ડીસાની સર્વોદય હાઇસ્કુલ ખાતે નાનપણથી જ બાળકોમાં બેટી બચાવો પર્યાવરણ બચાવો સ્વચ્છતા રાખવા અંગે જાગૃતિ આવે તે માટે ચિત્ર સ્પર્ધાનું આયોજન થયું હતું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-18 12:10:37
  • Views : 429
  • Modified Date : 2022-07-18 12:10:37


ડીસાની સર્વોદય હાઇસ્કુલ ખાતે નાનપણથી બાળકોમાં બેટી બચાવો પર્યાવરણ બચાવો સ્વચ્છતા રાખવા અંગે જાગૃતિ આવે તે માટે ચિત્ર સ્પર્ધાનું આયોજન થયું હતું


પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓનો દર સતત ઘટી રહ્યો છે જો કે હવે સરકાર પણ તે મામલે ખૂબ સતર્ક બની છે તેમ છતાં લોકોમાં જાગૃત આવે તે પણ અત્યંત જરૂરી છે. તેવામાં આજે ડીસામાં પ્રજાપતિ સમાજ દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી હતી અને પ્રજાપતિ સમાજ ના બાળકોમાં નાનપણથી બેટી બચાવો, બેટી પઢાવો, સ્વચ્છતા રાખવી અને પર્યાવરણ બચાવવા જેવા જરૂરી સંસ્કાર અને મૂલ્યોનું સિંચન થાય તે માટે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં ધોરણ-1 થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને બેટી બચાવો, પર્યાવરણ બચાવો જેવા સ્લોગન પર અનેક મોટીવેશનલ ચિત્રો બનાવ્યા હતા પ્રજાપતિ સમાજ દ્વારા સૌથી સુંદર ચિત્રો દોરી એક થી ત્રણ ક્રમાંકે આવેલા બાળકો નું સન્માન પણ કરાયું હતું.


Download Our B K News Today App



Related News