ડીસા તાલુકાના ભીલડી ખાતે ભાજપના ૪ રાજ્યોમાં ભવ્ય વિજય થતાં ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-11 12:53:04
  • Views : 227
  • Modified Date : 2022-03-11 12:53:04

ડીસા તાલુકાના ભીલડી ખાતે ભાજપના ૪  રાજ્યોમાં ભવ્ય વિજય થતાં ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી

ડીસા તાલુકાના ભીલડી ખાતે ભાજપના ૪  રાજ્યોમાં ભવ્ય વિજય થતાં ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.આજે પાંચ રાજ્યોની ચૂંટણી નું પરિણામ જાહેર થયું છે જેમાં પાંચમાંથી ચાર રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થતા સમગ્ર ભારતભરમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ માં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ખાસ કરીને ઉત્તર પ્રદેશ મણિપુર ગોવા અને ઉત્તરાખંડમાં મતદારો દ્વારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો ને બહુમતીથી વિજય અપાવતા આજે તેની ઉજવણી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા અનોખી રીતે કરવામાં આવી હતી દિવાળીનો પર્વ હોય તે રીતે આજે સમગ્ર ભારતભરમાં ભારતીય જનતા પાર્ટીએ ચાર રાજ્યોમાં વિજય મેળવતા માહોલ સર્જાયો હતો. જે અંતર્ગત આજે આજરોજ ૪ રાજ્યોની ચુંટણી માં ભારતીય જનતા પાર્ટી ના ભવ્ય વિજય થતા ભીલડી ભાજપ મંડળ દ્વારા ભીલડી માર્કેટ યાર્ડ આગળ ચાર રાજ્ય ના ભાજપ જીત ની ભવ્ય રીતે વિજય ઘોશ કરી અને ફટાકડા ફોડી.મોં મીઠું કરાવી બહોળી સંખ્યામાં ભાજપ ના કાર્યકર્તા ઓ દ્વારા ભવ્ય વિજય ની ઉજવણી કરવામાં આવી અને કાર્યકર્તાઓ માં ખુશી નો માહોલ જોવા મળ્યો હતો....

 

Download Our B K News Today App



Related News