વિધાનસભા પેટાચૂંટણી કોળી નેતાનું પાણી માપશે, કોણ બળીયું, બાવળિયા કે સોલંકીબંધુ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-04 11:50:36
  • Views : 448
  • Modified Date : 2020-10-04 11:50:36

    નવેમ્બરમાં આવી રહેલી આઠ વિધાનસભા બેઠકો પરની પેટાચૂંટણીમાં ગુજરાત ભાજપના બબ્બે વજનદાર કોળી નેતાઓનું પાણી મપાઇ જશે. હાલ ગુજરાત સરકારમાં મંત્રીપદે બેઠેલાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા અને રાજ્ય કક્ષાના મંત્રી પરસોત્તમ સોલંકી બન્નેના રાજકીય ભવિષ્યનો ચિતાર આ ચૂંટણીમાં તેમણે કરેલી કામગીરી અને તેની ફલશ્રુતિ પરથી નક્કી થઇ જશે. સંભવિત મંત્રીમંડળના વિસ્તરણમાં આની અસરો દેખીશે.

હાલ આ બન્ને મજબૂત કોળી નેતાઓ વચ્ચે કોલ્ડ વોર જેવી સ્થિતિ છે. બાવળીયાની ભાજપમાં એન્ટ્રી થઇ છે ત્યારથી પરસોત્તમ સોલંકી અને તેમના ભાઇ હીરા સોલંકીનું ઇન્દ્રાસન ડોલવા માંડ્યું છે. ગઢડા અને લીંબડી આ બન્ને બેઠકોમાં કોળી મતદાતાઓ જ સૌથી મોટો મદાર છે. આથી બાવળીયા અને સોલંકીએ આ બન્ને બેઠકો પર પોતાનું પૂરતું જોર અજમાવવું પડશે.

મજબૂત કોળી નેતાનો પ્રશ્ન ભાજપ માટે હજુ પેચીદો
ભાજપના એક નેતાના જણાવ્યા અનુસાર ભાજપ હંમેશા કોળી સમાજમાંથી એક મજબૂત નેતાની શોધમાં જ રહે છે. અગાઉ સોલંકી બંધુઓ સારી પેઠે કામ આવ્યા પરંતુ હવે તેઓ તેમની ધાર ગુમાવી રહ્યા છે. આ તરફ કોંગ્રેસમાંથી બાવળીયા ભાજપમાં આવ્યા તો ખરા પણ તેઓ પણ ભાજપને પરિણામ આપવામાં જોઇએ તેટલાં સફળ નિવડ્યા નથી.

Download Our B K News Today App



Related News