ડીસાના ગેનાજી ગોળીયામાં ગૌચરની જમીન પર દબાણ કરતા રોકતા યુવક પર હુમલો તાલુકા પોલીસ મથકે ફરિયાદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-20 11:07:43
  • Views : 686
  • Modified Date : 2022-07-20 11:07:43


 ડીસા તાલુકાના ગેનાજી ગોળીયા ગામે ગૌચરની જમીનમાં દબાણ કરતાં શખ્સો સામે પિતાએ અરજી કરતા દબાણ કરતાં શખ્સોએ પુત્ર ઉપર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.


આ અંગેની વિગત એવી છે કે ડીસા તાલુકાના ગેનાજી ગોળીયા ગામે  રત્નાજી બાલકાજી રબારી, નાથુજી જોમાજી રબારી, જેતાજી ચમનાજી રબારી ગૌચરની જમીનમાં દબાણ કરતા હોય ગામના મંછાજી માળીએ કલેકટરમાં અરજી કરી હતી. જેથી ત્રણેય શખ્સોએ અરજી પાછી ખેંચી લેવા મંછાજીને ધમકી આપી હતી પરંતુ મંછાજીએ અરજી પાછી ખેંચી ન હતી. જેની અદાવત રાખી આ ત્રણેય શખ્સોએ મંછાજી નો પુત્ર ભરત ગઈકાલે પોતાનું બાઈક લઈને ગામમાંથી નીકળ્યો ત્યારે સ્વીફ્ટ ગાડીમાં આવી બાઈક ઊભું રખાવી ભરત ઉપર લાકડી  ધારિયા વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી.આ દરમિયાન કોઈએ તેમના કાકા ના દીકરા ને ફોન કરતા તે આવી જતા ત્રણેય શખ્સો જાનથી મારી નાખવાની ધમકી આપી નાખી છુટ્યા હતા.  ભરતને 108 મોબાઈલ વાનમાં ડીસા સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. જે અંગે ભરતે ડીસા તાલુકા પોલીસ મથકે ત્રણેય શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Download Our B K News Today App



Related News