દહેગામ નગરપાલિકા જીતવા શહેર કોંગ્રેસના અસંતુષ્ઠો એક થયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-31 11:47:39
  • Views : 336
  • Modified Date : 2020-12-31 11:47:39

દહેગામ શહેર કોંગ્રેસમાં વિધાનસભા ચૂંટણી પહેલા વિખવાદ શરૂ થયો હતો. જેના કારણે કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ બે વર્ષ સુધી બબાલ ચાલી રહી હતી. પરંતુ હવે દહેગામ કોંગ્રેસના સારા દિવસો આવ્યા છે. કોંગ્રેસના જૂના અને નારાજ જાેગીઓ એક થયા છે. ગોળ ધાણા ખાઇને તમામે આગામી નગરપાલિકાની ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવવા માટે સંકલ્પ કર્યો હતો. ભાજપ ચિંતામાં આવી ગઇ હતી.
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસે તમામ તૈયારીઓ આરંભી દીધી છે. અસંતુષ્ઠોને એક કરવાની કામગીરી પહેલા કરવામાં આવે છે. ત્યારે મંગળવારે દહેગામ શહેર કોંગ્રેસના પ્રમુખ ભુપેન્દ્રસિંહ રાઠોડની આગેવાનીમાં દહેગામ કોંગ્રેસ કાર્યાલય ખાતે એક બેઠક મળી હતી. જેમાં વિધાનસભા ચૂંટણીમાં નારાજ થયેલા દહેગામ શહેરના કોંગી નેતાઓને એક કરવામાં આવ્યા હતા. વી.વી.રબારીના જૂથને બોલાવીને મોં મીઠુ કરાવ્યુ હતુ.
દહેગામ શહેર કોંગ્રેસ પ્રમુખ ભૂપેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યુ હતુ કે, શહેરના કોંગી નેતાઓ વિધાનસભા ઇલેક્શન દરમિયાન ક્યાંક નારાજ થયા હતા. ચૂંટણી આવતી હોય એટલે કોઇને મનદુઃખ થતુ હોય છે. પરંતુ આગામી સમયમાં આવનારી નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં દહેગામની બેઠકોને કોંગ્રેસ કબ્જે કરશે. અમારી તાકાત એક થઇ છે, ત્યારે તમામ નેતાઓએ પ્રદેશ કક્ષાએથી જે કામગીરી સોપવામાં આવશે તે કરવામાં આવશે અને કોંગ્રેસને વિજયી બનાવીશુ તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ હાલમાં શહેરમાં ચાલતો વિખવાદ સમી ગયો છે. જ્યારે આગામી સમયમાં દહેગામ તાલુકાના આગેવાનોને એક કરવામાં આવશે. હાલમાં તો નેતાઓ એક થતા જાેવા મળી રહ્યુ છેકે, કોંગ્રેસ દહેગામ તાલુકો સર કરશે કે નહિ તે સમય બતાવશે. પરંતુ કોંગ્રેસ એક થતા ભાજપમાં ભય જાેવા મળી રહ્યો છે.

Download Our B K News Today App



Related News