ગાંધીનગરમાં નિસર્ગ સેન્ટરનાં વૃક્ષારોપણમાં અસામાજિક તત્વોની તોડફોડ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-13 11:31:20
  • Views : 310
  • Modified Date : 2020-08-13 11:31:20

ગાંધીનગરમાં સેકટર ૨૩ ખાતે નિસર્ગ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર દ્વારા આ વિજ્ઞાન કેન્દ્રની આસપાસ ૩૦૦ જેટલા વૃક્ષો ગયા વર્ષે વાવવામાં આવ્યા છે. આ વૃક્ષોના સંરક્ષણ માટે ચારે બાજુ કંટાળા તારની વાડ પણ કરવામાં આવેલી છે. આ વૃક્ષોની જાળવણીના કારણે  એક વર્ષમાં ૧૦ ફૂટની ઉંચાઈના ઘટાદાર થઇ ગયા હતા.
તાજેતરમાં જ સંસ્થા દ્વારા વૃક્ષોનાં વધામણાં કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ગઈકાલે કોઈ અસામાજીક તત્વો દ્વારા ૨૦ જેટલા લીમડાના છોડના ડાળા તોડીને ફેકી દઇ ભારે નુકશાન કરેલ છે. એક બાજુ વૃક્ષો ઉછેર માટે લોકો વૃક્ષારોપણ  કરી રહ્યા છે તો બીજી બાજુ આ રીતે વૃક્ષોની સાથે પર્યાવરણને પણ નુકશાન પહોચાડાય છે.
ગાંધીનગરમાં આ વૃક્ષોને કરવામાં આવેલ નુકશાન સંદર્ભે પરિક્ષેત્ર વન અધિકારી બોરીજ રેન્જને ફરિયાદ કરવામાં આવી છે. આ સાથે વન અને પર્યાવરણ મંત્રી, કલેક્ટર ગાંધીનગર, મુખ્ય વન સંરક્ષક, ડી.એસ.પી, ગાંધીનગર, કમિશ્નર ગાંધીનગર મહાનગરપાલિકાને પણ આ સંદર્ભે જાણ કરવામાં આવી છે. વન વિભાગે આવા તત્વોને શોધી કાઢી કડક કાર્યવાહી કરવાની જરૂર છે. જેથી કરી વૃક્ષોનુ છેદન ઓછુ થાય તેવું વૃક્ષપ્રેમીઓનું માનવું છે.

Download Our B K News Today App



Related News