વાઘાસણ ગામના તલાટી ઉપર અસામાજિક તત્વ દ્વારા હુમલો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-04 11:22:28
  • Views : 365
  • Modified Date : 2020-12-04 11:22:28

થરાદ તાલુકાના ચાંગડા ગામના અને વાઘાસણ ગ્રામ
પંચાયતમાં ફરજ બજાવતા  કાળાભાઈ ચૌધરીએ થરાદ
પોલીસ સ્ટેશનમાં પોતાની ફરજમાં રુકાવટ તેમજ મારી નાંખવાની ધમકી આપી હોવાની વાઘાસણ ગામના ઘાચી ફુલાભાઈ છતરાભાઈ ઉપર થરાદ પોલીસ  સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેમજ થરાદ સરપંચ એસોસિએેશન દ્વારા તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરાઇ હતી. તેમજ તાલુકા પ્રમુખને પણ તલાટી મંડળ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.  આવા અસામાજીક તત્વો ઉપર કાયદેસરની કાર્યવાહી થાય તેવી માંગ સાથે થરાદ  પોલીસ સ્ટેશનમાં તલાટી મંડળ દ્વારા ફરિયાદ નોંધવા
પામી હતી.
વાઘાસણ ગામના ધાચી ફુલાભાઈ છતરાભાઈએ વાઘાસણ  ગામની ગ્રામ
પંચાયતમાં વિકાસના કામો વિશેની જાહેર હિતની માહિતી માંગેલ હતી. જેમાં માહિતી ન  મળવાથી તલાટીને વારંવાર ફોન કરી અપશબ્દો બોલી  જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી તેમજ પંચાયત ચાલુ ફરજમાં રૂકાવટ કરવાની કોશિશ કરી, તલાટીને ફોન
ઉપર વારંવાર  તું ...તારી..વાતો કરેલ અને અસભ્ય વર્તનથી વાત કરેલ અને માહિતીની ટપાલ ન મળે એવું કહી ખરાબ ગાળો કાઢવા લાગેલ. ત્યારે  તલાટી કાળાભાઇ પટેલ દ્વારા  રજીસ્ટર  ટપાલ મોકલેલી છે  તેવો જવાબ આપેલ, છતાં પણ ખરાબ વર્તન કરતા  તલાટીએ તલાટી મંડળ સાથે મળીને થરાદ પોલીસ સ્ટેશનમાં ધાચી  ફુલાભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.  તલાટી મંડળના પ્રમુખ પ્રકાશભાઈ ચૌધરી, મહામંત્રી  ભુરાભાઈ
પરમાર, સરપંચ એસોસિયેશનના પ્રમુખ કાળુભાઈ પટેલ, જેતશીભાઈ  પટેલ સહિત મંડળો દ્વારા પોલીસ સ્ટેશનમાં તેમજ તાલુકા વિકાસ અધિકારીને કાયદેસરની કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી.

Download Our B K News Today App



Related News