બેન ભાનમાં નથી, બીજા પાસે લઇ જશો તો અમારી જવાબદારી નહિં આશ્કા હોસ્પિટલે માનવતા લજવી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-15 11:02:53
  • Views : 443
  • Modified Date : 2021-04-15 11:02:53

શહેરના સરગાસણમાં આવેલી આશ્કા હોસ્પિટલમાં અનેક દર્દીઓ મોતને ભેટી રહ્યા છે. ડૂબતો તણખું પકડે તેમ દર્દીઓને શહેરની હોસ્પિટલમાં બેડ નહિં મળવાને કારણે જ્યાં જગ્યા મળે ત્યાં દાખલ થઇ જાય છે. ત્યારે ગત મોડીરાત્રે આશ્કા
હોસ્પિટલના દર્દીના સગાને માનવતા લજવી નાંખતો દુઃખદ અનુભવ થયો છે. સેક્ટર ૧૪મા રહેતી મહિલાને કોરોના થયા બાદ તબિયત જાણવા જતા કહેવામા આવતું હતું કે, બેન ભાનમાં નથી, જ્યારે અન્ય જગ્યાએ સારવાર માટે લઇ જવાની વાત કરવામાં આવે તો કાંઇ થશે તો અમારી જવાબદારી નહિ કહીને ડરાવવામાં આવતા હતા.
શહેરની આશ્કા
હોસ્પિટલની બેદરકારીના કિસ્સા ખૂબ જ સામે આવી રહ્યા છે. ભૂતકાળમાં પણ અનેક દર્દીઓ દ્વારા તબીબોની
બેદરકારીના કારણે પોતાના સ્વજન ગુમાવ્યાના આક્ષેપ કર્યો છે. ત્યારે ગત મોડી રાત્રીએ સેક્ટર ૧૪મા રહેતી અને કોરોનામાં છેલ્લા છ દિવસથી સારવાર લઇ રહેલી મહિલાનું મોત થયું હતું. આ મહિલાના
પરિવારે આશ્કા હોસ્પિટલની દાદાગીરી અને માનવતાને શર્મશાર કરતો ઓડીયો વાઇરલ કર્યો હતો.
શહેરના સેક્ટર ૧૪મા રહેતા કિરણભાઇએ કહ્યું હતું કે, મારા પત્ની શર્મિલાબેનને કોરોના પોઝિટિવ આવતા આશ્કા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. છેલ્લા છ દિવસથી વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા હતા. પરંતુ અમે જ્યારે તેમની તબિયત બાબતે પૂછતા હતા ત્યારે કહેવામાં આવતુ હતું કે, બેન ભાનમાં નથી, જ્યારે અન્ય હોસ્પિટલમાં લઇ જવાની વાત કરાતી હતી તો કહેવામાં આવતું હતું કે, તમારે લઇ જવા હોય તો લઇ જાઓ, પરંતુ કાઇ થશે તો અમારી જવાબદારી નહિ કહીને ડરાવામાં આવતા હતા. જ્યારે અમારા તબીબને બોલાવીને તપાસ કરવાની વાત કરવામાં આવી તો ના પાડી દીધી હતી. જ્યારે સવારે પૂછ્યું તો કહ્યું તબિયત સારી છે અને સાંજે ફોન આવ્યો કે તમારા સ્વજન રહ્યા નથી. અત્યાર સુધી ૪ લાખ રૂપિયા ચૂકવ્યા છે. જ્યારે મૃતદેહ લેવા આવ્યા તો કહ્યું, બીજા ૨.૭૫ લાખ રૂપિયા જમા કરાવો પછી બોડી
આપવામાં આવશે. ત્યારબાદ અન્ય રૂપિયા આપવાની શરતે આજીજી કર્યા બાદ સવારે મૃતદેહ આપવામાં આવ્યો હતો. ઉલ્લેખનિય છે કે, આશ્કા હોસ્પિટલમાં અગાઉ અનેક દર્દીઓ બેદરકારીને મોતને ભેટ્યા છે. ત્યારે આ હોસ્પિટલ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી પણ લોકમાંગ ઉઠી રહી છે.

Download Our B K News Today App



Related News