અમેરિકામાં બસમાંથી ઉતરતી વખતે એશિયન વિદ્યાર્થી ઉપર ચાકુથી હુમલો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-01-16 15:11:11
  • Views : 457
  • Modified Date : 2023-01-16 15:11:11

ઇન્ડિયાના યુનિવર્સિટીમાં એશિયન વિદ્યાર્થીને 56 વર્ષીય મહિલાએ અનેક વખત ચાકુના ઘાટા માર્યા હતા. યુનિવર્સિટીએ કહ્યું કે, મહિલાએ વિદ્યાર્થી ઉપર હુમલો એટલા માટે કર્યો હતો કે, તે એશિયન છે.

બ્લુમિગ્ટન પોલીસે જણાવ્યું હતું કે, બુધવારે બપોરે બ્લુમિંગ્ટન ટ્રાન્ઝિટ બસમાં બહાર નીકળવાનો દરવાજો ખુલવાની રાહ જોઇ રહી હતી અને ત્યારે અન્ય એક મુસાફરે તેના માથા પર મારવાનું શરૂ કર્યુ હતું. બસમાં લાગેલા સીસી ટીવી કેમેરામાં હુમલા પહેલાં બંને મહિલા વચ્ચે વાતચીત થઇ નહતી. બસમાં બેઠેલા એક સાક્ષીએ વિદ્યાર્થી પર હુમલો કરનાર મહિલાનો પીછો કર્યો હતો અને તેને પોલીસનો સંપર્ક સાંધ્યો હતો. જેણે પાછળથી બ્લુમિગ્ટન બિલી આર ડેવિસની ધરપકડ કરી હતી. કોર્ટના રેકોર્ડ અનુસાર ડેવિસ પર હત્યાનો પ્રયાસ અને બેટરીની જીવલેણ હુમલાનો આરોપ મુકવામાં આવ્યો હતો. આ મહિલાએ છરી વડે અનેક વખત ઘા ઝીંકી દીધા હતા. જ્યારે હુમલામાં ભોગ બનનાર પીડિતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

કોર્ટમાં રજૂ કરાયેલા દસ્તાવેજો અનુસાર પીડિતાને એશિયન હોવાથી નિશાન બનાવવામાં આવી હતી. જોકે, આ મહિલાએ એવું કહ્યું હતું કે, આ પીડિતા પર એટલા માટે હુમલો કરવામાં આવ્યો હતો કે, તે દેશને ડાવી દેશે.

આ સંદર્ભમાં ઇન્ડિયાનાના મેયરે કહ્યું હતું કે, બસમાં વિદ્યાર્થી પરના હુમલાની ઘટના નિંદનીય છે, જેને સ્વીકારી ન શકાય, જેની સામે કાર્યવાહી કરાશે. મેયર જહોન હેમિલ્ટને જણાવ્ હતું કે, અમે જાણીએ છીએ કે જ્યારે આવી વંશીય પ્રેરિત ઘટનાથી સમગ્ર સમુદાયમાં ઓછી સલામતીનો અહેસાસ કરાવે છે. પરંતુ અમે એશિયન સમુદાય અને તે બધા લોકોની સાથે ઉભા છીએ, કે જેઓ આ ઘટનાથી ભયભીત છે.

Download Our B K News Today App



Related News