પાલનપુરના 35 વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરાયો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-10-23 15:13:28
  • Views : 120
  • Modified Date : 2023-10-23 15:13:28

બનાસકાંઠા જિલ્લાના 35 વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો છે. વર્ષ 2023 થી 2028 સુધી અશાંત ધારો નક્કી કરેલા વિસ્તારોમાં લાગુ કર્યો છે. આમ પાંચ બનાસકાંઠા જિલ્લાના 35 વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો છે. વર્ષ 2023 થી 2028 સુધી અશાંત ધારો નક્કી કરેલા વિસ્તારોમાં લાગુ કર્યો છે. આમ પાંચ વર્ષ માટે અશાંતધારો લાગુ કરવામાં આવ્યો છે. આ અંગેનુ જાહેરનામુ બહારનામું બહાર પાડવામાં આવ્યો છે. પાલનપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં આવેલા આ તમામ 35 વિસ્તારોમાં અશાંતધારો લગાવવામાં આવતા હવે મિલક્તોનુ વેચાણ કરવા માટે હવે જિલ્લા ક્લેકટરની મંજૂરી લેવી જરુરી બની છે.એટલે કે જે વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરવામાં આવ્યો છે, એ વિસ્તારમાં હવે કોઈ પણ મિલકતનુ વેચાણ કરવુ હશે તો, એ અંગે મંજૂરી મેળવવી પડશે. આમ મંજૂરી વિના સીધુ જ મિલ્કતનુ વેચાણ કરી શકાશે નહીં. અશાંતધારો એ વિસ્તારોમાં લાગુ કરવામાં આવ્યો છે, અગાઉ કોમી તોફોનો કે ઘર્ષણ સર્જાયા હોય. ભવિષ્યમાં ઘર્ષણની સ્થિતિ ઉભી ના થાય એ માટે થઈને આ વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરવામાં આવ્યો છે. જેને વિવિધ સંગઠનો દ્વારા આવકારવામાં આવ્યો છે.


Download Our B K News Today App



Related News