ડીસા તાલુકાના આસેડા ગામે જન્માષ્ટમી પર્વની રંગેચ અંગે ઉજવણી કરાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-08-21 11:36:28
  • Views : 282
  • Modified Date : 2022-08-21 11:36:28

 

દર વર્ષે જન્માષ્ટમી પર્વ નિમિત્તે ગ્રામીણ વિસ્તારોમાં ભારતીય સંસ્કૃતિ પ્રમાણે જ જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે ડીસા તાલુકાના આસેડા ગામે પણ ભારતીય સંસ્કૃતિ પ્રમાણે જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી

 

હિન્દુ ધર્મમાં અનેક તહેવારોનું મહત્વ રહેલું છે ત્યારે દર વર્ષે ગ્રામીણ વિસ્તારોમાં અનેક તહેવારો ભારતીય સંસ્કૃતિ પ્રમાણે ઉજવાતા હોય છે ત્યારે ડીસા તાલુકાના આસેડા ગામે રામદેવ મંદિરમાં પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ જન્માષ્ટી પર્વ ઉજવવામાં આવ્યો હતો.જન્માષ્ટમી પર્વ નિમિત્તે  ગામમાં પ્રજાપતિ સમાજના લોકો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ભારતીય સંસ્કૃતિ પ્રમાણે  જન્માષ્ટમી પર્વ ઉજવવામાં આવ્યો હતો. દર વર્ષે ઉજવાતા જન્માષ્ટમી પર્વ નિમિત્તે ગામમાં પ્રજાપતિ સમાજ દ્વારા ગામની દીકરીઓને જમાડવામાં આવે છે. જે બાદ કાનુડો ગામમાં લઈને આવીને આ દેશી ના ઢોલના તાલે સમગ્ર ગામની મહિલાઓ જુમી ઉઠે છે. જન્માષ્ટમી પર્વ નિમિત્તે સુથાર રમેશભાઈ મફાભાઈ અને દશરથભાઈ મફાભાઈ સુથાર રામદેવ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણને હિંચકો આપી ગામમાં કરાવ્યું હતું. આસેડા ગામે યોજાયેલ જન્માષ્ટમી પર્વમાં ભારતીય સંસ્કૃતિની ઝાંખી જોવા મળી હતી અને આખું ગામ એક સાથે જન્માષ્ટમી પર્વમાં જોડાઈ ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિમાં રંગાયા હતા.

Download Our B K News Today App



Related News