ગાંધીનગરના ગામડાઓમાં સ્વયંભૂ અસરકારક લોકડાઉન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-08 11:25:56
  • Views : 435
  • Modified Date : 2020-04-08 11:25:56

વહેલી સવારથી ધબકતા ગ્રામ્ય જીવનમાં નોવેલ કોરોના વાયરસની બીમારી અંગેનો ભય કે જાગૃત્તિ હોય, તેમ છતાં શહેર કરતા પણ ખુબ જાગૃતત્તા સાથે ગ્રામજનો લોકડાઉનની અમલવારી કરી રહ્યા છે.
નોવેલ કોરોના વાયરસના કારણે સમગ્ર દેશમાં ૨૪મી માર્ચથી લોકડાઉન અમલી બનાવવામાં આવ્યું હતું. ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ લોકડાઉન અંગેની વિસ્તૃત રીતે સમજ આપી ગામના સરપંચ, તલાટી અને અન્ય અગ્રણીઓના સહકાર લઇ ગ્રામજનોને જાગૃત કર્યા હતા. આજે દેશ અને પોતાના ગામને આ મહામારીથી બચાવવા માટે ઘણી સારી રીતે ગાંધીનગર જિલ્લાના ગામડાઓમાં લોકડાઉનની અમલવારી થઇ રહી છે.
સવારના સમયે પોતાના
પશુઓને ધાસચારો નાખતાની સાથે જ સ્વચ્છતાની સાથે ગામની મહિલાઓ પોતાની દૈનિક પ્રવૃત્તિમાં જોડાઇ જાય છે. સવાર – સાંજ બંને ટાઇમ દૂધ મંડળીમાં દૂધ ભરાવવા માટે જતી મહિલાઓ અને પુરૂષો સુવ્યસ્થિત રીતે સોશિયલ ડિસ્ટન્સ રાખી  લોકડાઉનની અલમવારી કરી રહ્યા છે અને ક્રમાનુસાર દૂધને ભરી રહ્યા છે.
નોવેલ કોરોના વાયરસથી ડરવાની નહિ, પણ માત્ર જાગૃત્તિની જરૂર છે, તે વાત સારી રીતે સમજી ચૂકેલા ગ્રામજનો પોતાની ખેતી પ્રવૃત્તિ પણ ખુબ જ સારી રીતે કરી રહ્યા છે. દરરોજ સવારના પશુઓનો ઘાસ ચારો લેવા જઇ રહ્યા છે. તે ઉપરાંત ઘઉંની સિઝન ચાલતી હોય ખેતરમાંથી ઘઉંને વાઢી ખળામાં લાવીને ઘઉંની બોરીઓ પણ સંક્રમણ ન થાય તે રીતે કામ કરીને લઇ રહ્યા છે. તેની સાથે ગાંધીનગર જિલ્લામાં શાકભાજીની ખેતી સારી થતી હોવાથી ખેડૂતો પોતાના ખેતરમાં નિયમિત રીતે શાકભાજી લે છે. પોતે લીધેલા શાકભાજીનું વિતરણ દરેક તાલુકા મથકોના શાકભાજીના હોલસેલ માર્કેટમાં કરી રાબેતા મુજબના ભાવ મેળવી રહ્યા છે.
સમગ્ર દિવસ દરમ્યાન ગ્રામકક્ષાએ દૂધ-દહી અને કરિયાણાની દુકાનો નિયમોનુસાર ખુલ્લી રહે છે. બપોરબાદ મોટા ભાગનું ગ્રામ્ય જીવન શાંત પડી જાય છે. સાંજ પડે ચોરે બેસતા લોકો પણ નજરે પડતા નથી.

Download Our B K News Today App



Related News