અંબાજીમાં અસામાજિક તત્વોનો પત્રકાર ઉપર હિંસક હુમલો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-11 11:20:57
  • Views : 493
  • Modified Date : 2019-06-11 11:20:57

ગુજરાતના પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજીમા  અસામાજિક અને માથાભારે તત્વોનો ત્રાસ દિનપ્રતિદિન વધી રહ્યો છે અંબાજીમાં રહેતા જાગૃત અને સક્રિય પત્રકારો જ્યારે આવા અસામાજીક તત્વોના વિરોધમાં સમાચાર લખે ત્યારે આવા માથાભારે તત્વો પત્રકારોને નિશાન બનાવી હિંસક હુમલો કરતા હોય છે આવો જ એક ગંભીર બનાવ આજે સાંજે અંબાજી બસ સ્ટેન્ડની બહાર ઊભેલા સ્થાનિક અંબાજીના પત્રકાર લક્ષ્મણ ઠાકોર ઉપર અંબાજીના બે નંબરના ધંધા કરતા માથાભારે તત્વો યે હુમલો કરતાં ચકચાર મચી જવા પામી હતી. પત્રકારને તાત્કાલિક ધોરણે કોટેજ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ અંબાજીના સ્થાનિક લોકો અને મીડિયાના લોકો દ્વારા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.અંબાજીમાં માથાભારે તત્વો દ્વારા અંબાજી બહારની હાઈવે રોડ પરથી ટ્રકો અને મોટી ગાડીઓમાંથી સામાન ચોરીઓ કરતાં નબીરાઓના સમાચાર પત્રકાર દ્વારા લખવામાં આવતા આ બાબતની દાજ રાખી આ હૂમલો કરવામાં આવ્યો હતો.  દાંતા તાલુકા પત્રકાર સંઘ આ ઘટનાની નિંદા કરે છે અને અંબાજીના આસામાજિક અને માથાભારે તત્વો ઉપર પોલીસ કાયદેસર ફરિયાદ કરે તેવી માંગ ઉઠવા પામી છે.


Download Our B K News Today App



Related News