ધાનેરા ખાતે વારંવાર અસામાજિક પ્રવૃત્તિઓ આચરનાર ચાર સગા ભાઈઓ સામે પાસાનો હુકમ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-18 14:32:18
  • Views : 1488
  • Modified Date : 2020-06-18 14:32:18

બનાસકાંઠા જિલ્લામાં દિવસેને દિવસે ક્રાઇમની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે બનાસકાંઠા જિલ્લાના અનેક તાલુકાઓમાં ન જેવી બાબતોમાં હત્યાના બનાવો સામે આવી રહયા છે તો બીજી તરફ અસામાજિક ઘટનાઓની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. જેમાં બનાસકાંઠામાં ધાનેરા ખાતે વારંવાર અસામાજિક પ્રવૃત્તિઓ આચરનાર ચાર સગા ભાઈઓની સામે પાસાનો હુકમ થતા અસામાજીક તત્વોમાં ફફડાટ ફેલાયો છે. જેમાં ધાનેરા ખાતે રહેતા આબીદશાં સાંઈ,જાકિરશાં સાંઈ, આરીફશા સાંઈ,ઈલિયાશશાં સાઈ નામના સગા ચાર ભાઈઓ વારંવાર ગુનાઓ કરી અસામાજિક પ્રવૃત્તિઓ આચરતા હતા અને સમાજમાં ભય અને ડર નું વાતાવરણ ઊભું કરતા હતા .આ ચારેય ભાઈઓ સામે અત્યાર સુધી ધાનેરા પોલીસ મથકે અસંખ્ય ગુનાઓ નોંધાયા છે

Download Our B K News Today App



Related News