બનાસકાંઠામાં અષાઢી માહોલ જામ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-22 11:08:34
  • Views : 436
  • Modified Date : 2019-07-22 11:08:34

બનાસકાંઠા જિલ્લામાં લાંબી રાહ જોવડાવ્યા બાદ છેલ્લાં બે દિવસથી વાતાવરણ પાલટાયું છે. જ્યાં રવિવારે અષાઢી માહોલ જામ્યો હતો. અને
પાલનપુર, વડગામ, ડીસા, દાંતા સહિતના વિસ્તારોમાં કાળા હળવાથી ભારે વરસાદી ઝાપટાં પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. બીજી તરફ પાણી વિના મુરજાઈ રહેલા ખેતીના પાકોને જીવતદાન મળતાં ખેડૂતોમાં આનંદ પ્રસરી ગયો હતો.
બનાસકાંઠામાં રવિવારે દિવસભર આકરો તાપ પડયા
પછી સાંજના સુમારે પૂર્વ વિસ્તારમાં આકાશ કાળાભમર વાદળોથી ગોરમભાયું હતું. અને પાલનપુર, વડગામ, ડીસા, દાંતા સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદી ઝાપટાં પડ્‌યા હતા. જ્યાં પાલનપુરના હાઇવે વિસ્તારમાં વરસાદ પડયો હતો. જ્યારે સિટીમાં કેટલાક સ્થળોએ ફોરા પડયા હતા. જોકે, તાલુકાના ગ્રામિણ વિસ્તારોમાં હળવાથી ભારે ઝાપટા પડતાં મુરજાઈ રહેલા ખેતીના પાકોને જીવતદાન મળતાં ખેડૂતોમાં આનંદ પ્રસરી ગયો હતો.

Download Our B K News Today App



Related News