મૂર્તિ વિસર્જન માટે પાણી ન હોવાથી મહિલાઓમાં ભારે નિરાશા જોવા મળી હતી અને મહિલાઓ મૂર્તિને નદીમાં મૂકી પધરામણી કરી પૂજા આરતી કરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-08-08 11:44:20
  • Views : 331
  • Modified Date : 2022-08-08 11:44:20


ડીસા ની બનાસ નદીમાં વહેલી સવારથી દશામાની મૂર્તિ ના વિસર્જન માટે વ્રતધારી મહિલાઓની ભારે ભીડ જામી હતી. જો કે નદીમાં પાણી હોવાથી મહિલાઓ નિરાશ થઈ હતી અને પાણી વગર નદી માં મૂર્તિઓ મૂકી વિસર્જિત કરી હતી . . ..


ઉત્તર ગુજરાતમાં અને ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં દશામાના વ્રતનો ખૂબ મહિમા છે ડીસા તાલુકામાં પણ હજારો મહિલાઓએ દશામા નું વ્રત કર્યું હતું. દશામાં ની મૂર્તિ ની ઘરે પધરામણી કર્યા બાદ દસ દિવસ સુધી તેની પૂજા ,અર્ચના, આરતી કરી વ્રતધારી મહિલાઓએ ઉપવાસ કર્યો હતો અને દસમા દિવસે રાત્રે જાગરણ કરી વહેલી સવારથી દશામાની મૂર્તિના વિસર્જન માટે બનાસ નદીમાં વ્રતધારી મહિલાઓની ભારે ભીડ લાગી હતી . વહેલી સવારે 6 વાગ્યાથી દશામાંની મૂર્તિઓ સાથે મહિલાઓ નદીમાં આવી પહોંચી હતી. ડીસા તેમજ આજુબાજુના ગ્રામીણ વિસ્તારો માંથી પણ વાજતે ગાજતે મહિલાઓ દશામાં ની મૂર્તિ સાથે નદીમાં વિસર્જન માટે આવી હતી. દર વર્ષે નદી પાસે આવેલ બોરમાંથી મૂર્તિ ના વિસર્જન માટે પાણી છોડવામાં આવતું હતું. પરંતુ વર્ષે એક હજાર ફૂટ સુધી પાણીના તરફ પહોંચી ગયા છે. જેના કારણે પાણીની વ્યવસ્થા થઈ શકી હતી. જેથી નદીમાં મૂર્તિ વિસર્જન માટે પાણી હોવાથી મહિલાઓમાં ભારે નિરાશા જોવા મળી હતી અને મહિલાઓ મૂર્તિને નદીમાં મૂકી પધરામણી કરી પૂજા આરતી કરી હતી . . . .


Download Our B K News Today App



Related News