રાજ્યમાં 18+ માટે જૂનમાં રસીકરણની પ્રક્રિયા શરૂ થઈ શકે, હાલ 45+ અને બીજા ડોઝ માટે જ રસી અનામત રાખવા સૂચના.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-13 12:29:00
  • Views : 235
  • Modified Date : 2021-05-13 12:29:00

    ગુજરાતમાં રસીકરણની કામગીરી ધીમી પડી જતા રસી લેવા માટે લાંબી લાઈનો લાગી રહી છે. પ્રજા રસી લેવા તત્પર છે પણ સરકાર પાસે એટલો રસીનો સ્ટોક નહીં હોવાથી આ પ્રક્રિયામાં અંધાધૂંધી ફેલાઈ રહી છે. તે સંજોગોમાં ગુજરાતને 15મી મેના રોજ કેન્દ્ર માંથી મળનારો રસીનો નવો જથ્થો માત્ર 45 થી વધુ ઉંમરના અને બીજા ડોઝ માટે જ ઉપયોગમાં લેવા જણાવ્યું છે. જેથી 18 થી 45 વર્ષની વયનાને જૂન મહિનામાં રસી મળી શકે છે.

    ગુજરાતમાં મે મહિનાના આરંભની સાથે 18 થી 45 વર્ષના લોકોને સાત મહાનગરો અને ત્રણ જિલ્લામાં મર્યાદિત સ્લોટમાં કોરોનાની રસી આપવાની કામગીરી શરૂ કરાઈ છે. આ રસી કેન્દ્ર સરકાર પાસેથી મેળવીને સરકાર ફ્રીમાં આપી રહી છે. પરંતુ સમગ્ર રાજયમાં 18 થી 45વર્ષના લોકોને રસી આપવાની કામગીરી માટે જૂન મહિના સુધી રાહ જોવી પડે તેવી સ્થિતિ છે. ગુજરાત સરકારે કોવિશિલ્ડ રસીના 2.50 કરોડ ડોઝ તેમજ કોવેકિસનના 50 લાખ ડોઝનો ઓર્ડર આપી દીધો છે. પરંતુ તે મુજબનો સપ્લાય મે મહિનાના અંત સુધી આવે તેવી શક્યતા નથી.

    ગુજરાત સરકારે આપેલા ઓર્ડર મુજબનો સપ્લાય મે મહિનાના અંત સુધી આવે તેવી શક્યતા નથી. એપ્રિલ મહિનાના અંતિમ સપ્તાહમાં ગુજરાતમાં સૌથી વધુ સંક્રમિત અમદાવાદ સહિતના સાત મહાનગરો તેમજ ભરૂચ, મહેસાણા, કચ્છ જિલ્લામાં રજિસ્ટ્રેશનના આધારે સ્લોટ ફાળવીને મર્યાદિત સંખ્યામાં 18 થી 45 વર્ષના લોકોને રસી આપવાની કામગીરી શરૂ કરાઈ છે. ગુજરાત સરકાર સીરમ ઈન્સ્ટીટૂટને 2.50 કરોડ ડોઝ માટે ઓર્ડર આપનાર ગુજરાત પ્રથમ રાજ્ય છે. પરંતુ હાલ આ કંપની પાસે કેંદ્ર સરકાર ઉપરાંત અન્ય રાજયોના પણ ઓર્ડર છે. આ જ રીતે ભારત બાયોટેક નિર્મિત કોવેકિસનના 50 લાખ ડોઝનો ઓર્ડર અપાયો છે અને તેની ઉપલબ્ધતા પણ વિલંબમાં છે.

    આ ઉપરાંત 15થી 31 મે માટે 45 વર્ષથી ઉપરના લોકો માટે ચાલી રહેલા રસીકરણ માટે કેટલો સ્ટોક જોઈશે તેનો અંદાજો કેંન્દ્રને મોકલી આપવાનું જણાવાયું છે. આ જરૂરિયાતના આધારે કેંદ્ર સરકાર દ્રારા ગુજરાતને મોકલી અપાશે. હાલ રાજ્ય પાસે 5 લાખ જેટલો ડોઝનો સ્ટોક છે. ત્રણ દિવસમાં નવો સ્ટોક આવશે. આ સ્ટોક ચારેક દિવસ ચાલે તેમ છે.કેન્દ્ર ના આરોગ્ય વિભાગે વિવિધ રાજ્યો ને જણાવ્યું છે કે 45 થી વધુ વયજૂથના જે લોકોને પહેલો ડોઝ અપાયો છે તેમને બીજા ડોઝ આપવાનો સમય થયો હોવાથી સ્થિતિને ધ્યાનમાં લઈને 15 મેથી ગુજરાતને મળનારી રસીના 70 ટકા ડોઝ 45 વર્ષથી ઉપરના લોકોને બીજો ડોઝ આપવામાં વપરાય તેવું આયોજન કરવાનું રહેશે.


Download Our B K News Today App



Related News