ખાદ્યતેલ ભરેલ ટેન્કર રાધનપુર હાઈવે પર પલટી જતા લોકોએ ઢોળાતુ તેલ ભરી જવા પડાપડી કરી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-12-01 15:23:10
  • Views : 114
  • Modified Date : 2023-12-01 15:23:10

ગાંધીધામથી રાજસ્થાન તરફ જઈ રહેલ ખાદ્યતેલ ભરેલ ટેન્કરને કાંકરેજના માનપુરા પાટીયા નજીક અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં ટેન્કર રોડની સાઈડમાં પલટી મારી જતા ટેન્કરમાંથી ખાદ્યતેલનો જથ્થો બહાર નિકળવા લાગતા લોકોના ટોળા સ્થળ પર ઉમટ્યા હતા. લોકોએ તેલની જાણે કે ટેન્કરમાંથી રીતસરની લૂંટ ચલાવી મુકી હોય એવા દ્રશ્યો જોવા મળતા હતા. તેલ લેવા માટે મોટા ટોળા ઉમટવાને લઈ સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.ટેન્કર ચાલકે સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ ટેન્કરમાંથી તેલ ઢોળાવા લાગતા સ્થાનિક લોકોને ટેન્કરમાં ખાદ્ય તેલ પામોલીન હોવાનુ જણાતા તેને લેવા માટે પડાપડી કરી મુકી હતી. એક બાદ એક લોકોની સંખ્યા તેલ લેવા માટે ઘટના સ્થળે પહોંચવા લાગ્યા હતા. લોકોએ ડોલ અને તગારા સહિત જે હાથવગા સાધન થયા એ લઈને તેલને ભરીને લઈ જવા લાગ્યા હતા. લોકો પણ જાણે કહી રહ્યા હતા કે, બગાડ થવા કરતા ઉપયોગમાં આવે એ સારુ કહી તેલને ભરી ભરી લઈ જવા લાગ્યા હતા.

Download Our B K News Today App



Related News