કોરોનાની સ્થિતિ બેકાબૂ બનતાં 3 વૈજ્ઞાનિક, ડોક્ટર અને અધિકારીઓ સહિત 12 સભ્યની ટીમ સુરત પહોંચી, હાઇ લેવલ મીટિંગ શરૂ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-08 13:29:10
  • Views : 287
  • Modified Date : 2021-04-08 13:29:10

    સુરત શહેરની સ્થિતિ વધુ વણસતાં કેન્દ્રની ટીમ સુરત ખાતે પરિસ્થિતિનો તાગ મેળવવા માટે પહોંચી છે. કેન્દ્રની 12 લોકોની ટીમ સુરત પહોંચી છે, જેમાં 3 વૈજ્ઞાનિકો, ડોક્ટર અને અધિકારીઓનો સમાવેશ થાય છે. સુરત કોર્પોરેશન ખાતે જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનરની હાજરીમાં હાઇ લેવલ મીટિંગ ચાલી રહી છે.

    મ્યુનિસિપલ કમિશનર દ્વારા કેન્દ્રથી આવેલી ટીમે શહેરની તમામ સ્થિતિનો ચિતાર આપવામાં આવી રહ્યો છે. સુરત શહેરમાં કેટલા કન્ટેનમેન્ટ ઝોન છે. કેટલા હોટસ્પોટ છે, એ અંગેની પણ ઝીણવટભરી માહિતી આપવામાં આવી રહી છે. કન્ટેનમેન્ટ ઝોન અને હોટસ્પોટમાં કોર્પોરેશન શું કામગીરી કરી રહી છે એ અંગેની માહિતી આપવામાં આવી રહી છે. સુરત શહેરમાં રોજનાં કેટલાં સ્થળ પર વેક્સિનેશનની કામગીરી થઇ રહી છે એની હાલ માહિતી આપવામાં આવી છે. શહેરમાં વધતા જતા કોરોના સંક્રમણને લઈને કયા પ્રકારે કોર્પોરેશનના ધનવંતરી રથનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, ટેસ્ટિંગની પ્રક્રિયા કેવી રીતે ઝડપથી વધારવામાં આવી રહી છે એ અંગે પણ તમામ આંકડાકીય બાબતોને કેન્દ્રની ટીમ સમક્ષ રજૂ કરવામાં આવી છે.

    સુરત શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલોની સ્થિતિ અંગે જે બેડની વ્યવસ્થાઓ છે એ અંગે પણ વિસ્તૃત માહિતી રજૂ કરવામાં આવી રહી છે. સુપરસ્પ્રેડર પર નિયંત્રણ લાવવા માટે જે કામગીરી કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે એમાં વિશેષ કરીને ટેક્સટાઇલ્સ અને ડાયમંડ ઉદ્યોગમાં કોરોના સંક્રમણ કાબૂમાં રહે એ માટે જેટલું પણ આયોજન કરવામાં આવ્યું છે એ અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે.


Download Our B K News Today App



Related News