ડીસા નજીક બનાસ નદીના જૂના પુલનું સમારકામ કરવાનું હોવાથી નદીમાં નવો રોડ બનાવમાં આવ્યો છે જેનાથી વાહન ચાલકોમાં ખુશી જોવા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-02 12:58:40
  • Views : 1219
  • Modified Date : 2022-03-02 12:58:40

ડીસા નજીક બનાસ નદીના જૂના પુલનું સમારકામ કરવાનું હોવાથી નદીમાં નવો રોડ બનાવમાં આવ્યો છે જેનાથી વાહન ચાલકોમાં ખુશી જોવા

તાજેતરમાં આપણે જોયું કે ડીસા નજીક બનાસ નદીના જૂના પુલનું સમારકામ કરવાનું હોવાથી જૂના પુલને બંધ કરી દેવામાં આવ્યો હતો.. અને તમામ વાહન વ્યવહાર માટે માત્ર એક જ પુલ કરી દેવામાં આવ્યો હતો.. જેના લીધે અહીથી પસાર થતાં વાહન ચાલકોને કલાકો સુધી ભયાનક ટ્રાફિકમાં ફસાવવાનો વારો આવ્યો હતો.. આ સમસ્યા ગંભીર સમસ્યા હતી... કારણ કે યુક્રેન અને રશિયા વચ્ચે છેડાયેલા યુધ્ધને લઈ સમગ્ર વિશ્વ ત્રીજા વિશ્વ યુધ્ધની કગાર પર પહોંચી ગયું છે.. તેવામાં આ માર્ગ એકમાત્ર એવો માર્ગ છે કે ભારતની પ્રશ્ચિમ આંતર રાષ્ટ્રીય સરહદને જોડે છે.. અને આવા સમયે આંતર રાષ્ટ્રીય સરહદને જોડતા માર્ગ પર ટ્રાફિક જામના દ્રશ્યો દેશીની સુરક્ષા સામે પણ જોખમ ઊભું કરી શકે છે.. કારણ કે ભારતની પ્રશ્ચિમ સરહદ સુધી મદદ પહોંચાડવા માટે આ એક મુખ્ય માર્ગ છે.. આ બાબતનો અહેવાલ પ્રસારિત કર્યા બાદ બનાસકાંઠા જિલ્લાના વહીવટી તંત્રે ગંભીરતા દર્શાવી છે અને બનાસ નદીમાંથી રસ્તો બહાર કાઢ્યો છે.. આ રસ્તો પાક્કો રસ્તો છે અને ડામરથી બનાવવામાં આવ્યો છે.. આ માર્ગ બની ગયા બાદ વાહન ચાલકો આસાનીથી બનાસ નદીને પાર કરી રહ્યા છે અને બનાસ નદી પર સર્જાયેલી રહેલી ટ્રાફિકની સમસ્યામાથી છુટકારો મળ્યો છે.. જેથી વાહન ચાલકોમાં ખુશી જોવા મળી રહી છે અને દેશની સુરક્ષા સામે ઊભા થયેલા ખતરાનું પણ નિવારણ આવી ગયું છે.

Download Our B K News Today App



Related News