અમદાવાદ સિવિલમાં મ્યુકરમાઇકોસિસની સારવાર માટે 300થી વધુ દર્દીઓ દાખલ, રોજના 40થી 50 કેસ સામે આવી રહ્યા છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-15 13:04:38
  • Views : 294
  • Modified Date : 2021-05-15 13:04:38

મ્યુ    કરમાઇકોસિસના દર્દીઓની સંખ્યા વધતાં સિવિલમાં ચાર વોર્ડ શરૂ કરાયા છે અને પાંચમો વોર્ડ 1200 બેડ કોવિડ હોસ્પિટલમાં શરૂ કરવાની સાથે 24 કલાક કાર્યરત ઓપરેશન થિયેટર શરૂ કરવાની તજવીજ હાથ ધરાઇ છે. જોકે હાલમાં સિવિલમાં મ્યુકરમાઇકોસિસની સારવારમાં જરૂરી એમ્ફોટેરિસિન ઇન્જેક્શનનો જથ્થો ખૂટી જતાં દર્દીનાં સગાંને બહારથી લાવવાની ફરજ પડાય છે. ગઈકાલની સ્થિતિએ હોસ્પિટલમાં મ્યુકરમાઈકોસિસના 30 કલાકમાં વધુ 60થી 70 જેટલા દર્દીઓ દાખલ કરાયા હતા. આમ હાલમાં 300થી વધુ લોકોને સિવિલમાં સારવાર માટે એડમિટ કરાયા છે.


    અમદાવાદમાં કોરોનાની બીજી લહેરમાં મ્યુકરમાઈકોસિસના કેસના દર્દીઓ વધ્યા છે. એકબાજુ કોરોનાના દર્દીઓ ઘટી રહ્યા છે, ત્યારે બીજી બાજુ કોરોનાથી સ્વસ્થ થયેલા લોકોમાં મ્યુકરમાઈકોસિસની સમસ્યા જોવા મળી રહી છે. પરિણામે, સિવિલમાં 4 વોર્ડ આ શરૂ કરવા પડ્યા છે. હાલમાં સિવિલમાં 310 જેટલા દર્દીઓ મ્યુકરમાઈકોસિસની સારવાર માટે દાખલ છે. એવામાં દર્દીઓની સારવાર માટે જરૂરી એવાં ઈન્જેક્શનની પણ મોટી ડિમાન્ડ ઊભી થઈ છે.નોંધનીય છે કે ગુરુવારે સિવિલમાં 221 દર્દી સારવાર હેઠળ હતા. 1200 બેડની કોવિડ હોસ્પિટલમાં દાખલ દર્દીમાં મ્યુકરમાઇકોસિસનાં કોઇ લક્ષણ દેખાય એવા દર્દી માટે 1200 બેડ કોવિડ હોસ્પિટલમાં વધુ એક અલગ વોર્ડ શરૂ કરાશે તેમજ ફંગલ ઇન્ફેકશનને આગળ વધતું અટકાવવા માટે હોસ્પિટલમાં 24 કલાક ઓપરેશન થિયેટર કાર્યરત કરાયું છે.

    મજબૂત દાંત હોય તોપણ એકાએક હલવા લાગે, પેઢામાં પરૂ થાય, તાળવાનો રંગ બદલાય, ગાલ પર સોજો આવે, ગાલનો રંગ બદલાય, ઉપરનું જડબું, નાકનું હાડકું, આંખ નીચેનું હાડકું ખવાઈ જાય છે. દર્દીને ડાયાબિટીસ હોય, કોરોનામાં સ્ટિરોઈડની જરૂર પડી હોય, પાંચથી વધુ દિવસ ઓક્સિજન પર રહેવું પડ્યું હોય તેમને મ્યુકરમાઈકોસિસ થવાની શક્યતા રહેલી હોય છે.


Download Our B K News Today App



Related News