સિઘ્ઘપુર તાલુકાની મેળોજ સીટના મેળોજ, આંકવી અને કોટ ગામમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવતા જ મતદાર ગ્રામજનોએ હવે તે નેતાઓએ ગામમાં પ્રવેશ ન કરવાની ચીમકી સાથે મતદાનનો બહિષ્કાર॰

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-02 11:46:55
  • Views : 276
  • Modified Date : 2021-02-02 11:46:55

     સિઘ્ઘપુર તાલુકાની મેળોજ સીટના મેળોજ, આંકવી અને કોટ ગામમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવતા જ ગામડાઓમાં ચૂંટણી બહિષ્કારની ચીમકીની ઘટનાઓ સામે આવી રહી છે. ગામમાં વિકાસ કાર્યો ન થતા મતદારો નેતાઓ સામે રોષે ભરાયા છે અને રાજકીય પક્ષના નેતાઓને ગામમાં મત માંગવા ન પ્રવેશવાના હોડિંગ લગાવી દીઘા છે..કેમ કે વિકાસની વાતોના નામે ખોબે ને ખોબે મત લઇ ગયેલ રાજકીય નેતાઓના વાયદા માત્ર વાયદા જ રહી ગયા છે. ચૂંટાયેલ નેતાઓની ટર્મ પુરી થઇ ગઇ પરંતુ કરેલા વિકાસતામોના વાયદા તો ત્યાં જ રહી ગયા. સિઘ્ઘપુર તાલુકાની મેળોજ સીટના મેળોજ, આંકવી અને કોટ ગામમાં પણ આવું જ બન્યું છે ગામમાંથી સિદ્ધપુર જવાના માર્ગે પાકા રોડ રસ્તા અને  પાણીની સુવિધા સહિતના વિકાસકાર્યો કરવાની ખાત્રી અને વચન ચૂંટાયેલ નેતાઓએ આપ્યા હતા પરંતુ નેતાઓ તેમના વાયદા પર ખરા ન ઉતર્યા જેથી મેળોજ 3600 તેમજ આંકવી 1476 અને કોટ ગામના 1050 મતદાર ગ્રામજનોએ હવે તે નેતાઓએ ગામમાં પ્રવેશ ન કરવાની ચીમકી સાથે મતદાનનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે. 

    મેળોજ ગામના સરપંચ રમીબેન ધારસંઘજી ઠાકોર, આંકવી ગામના સરપંચ પટેલ પ્રહલાદભાઈ હિરાલાલ અને કોટ ગામના સરપંચ ઠાકોર બાદાજી પ્રધાનજી એ જણાવ્યું હતું કે અમારા આ ત્રણેય ગામોના તળાવમાં પાણીની સમસ્યા પાઇપ લાઇન દ્વારા ત્રણેય ગામોના તળાવો ભરવા તેમજ મેળોજ થી સિદ્ધપુર જતા રસ્તા ઉપર ગંજબજાર તેમજ હાઈવે ઉપર જવા માટે રસ્તા ઉપર રોડની હાલત ખૂબજ ખરાબની મોટી સમસ્યા છે ત્યારે આગામી ચૂંટણી સમયમાં સમસ્યાનું સમાધાન કરવામાં નહીં આવે તો આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી નો બહિષ્કાર કરશે તેમજ મામલતદાર, પ્રાંતને આવેદન આપીશું જો આવેદન આપ્યા પછી જો સમસ્યા નું સમાધાન નહીં થાય તો ત્રણેય ગામના લોકો તેમના સરપંચ સાથે ભૂખ હડતાલ ઉપર ઉતરીશુ અને સ્થાનિક ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય, સીએમ ને પણ મુલાકાત કરી આવેદન આપવામાં આવશે..

 

Download Our B K News Today App



Related News