ડીસામાં ભોંયણ ગામ પાસે આવેલ ગણેશ કોલ્ડ સ્ટોરેજમાં લોન બાકી હોવાથી બેંક દ્વારા તેને શીલ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-09-26 11:30:19
  • Views : 4015
  • Modified Date : 2021-09-26 11:30:19

     ડીસામાં ભોંયણ ગામ પાસે આવેલ ગણેશ કોલ્ડ સ્ટોરેજમાં લોન બાકી હોવાથી બેંક દ્વારા તેને શીલ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ બાબતે બેંક દ્વારા ગણેશ કોલ્ડ સ્ટોરેજ ના માલિક ને તાત્કાલિક કોલ્ડ સ્ટોરેજ પર લીધેલ લોન ભરવા માટે નોટિસ આપવામાં આવી હતી જે બાદ ગણેશ કોલ્ડ સ્ટોરેજ ના માલિક દ્વારા કોલ્ડ સ્ટોરેજમાં પડેલા બટાટા તાત્કાલિક નિકાલ માટે ખેડૂતોને જાણ કરવામાં આવી હતી જેથી ખેડૂતોએ હાલમાં પોતાના બટાટા રાખવા માટેની કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે આ બાબતે તાત્કાલિક ધોરણે બનાસકાંઠા જિલ્લા કલેકટર આનંદ પટેલને કોલ્ડ સ્ટોરેજ શીલ ન  કરવા બાબતે રજૂઆત કરવામાં આવી હતી જેથી બનાસકાંઠા જિલ્લા કલેકટર આનંદ પટેલે જ્યાં સુધી ગણેશ કોલ્ડ સ્ટોરેજમાં બટાટાનો નિકાલ ન થાય ત્યાં સુધી બેંક દ્વારા આ કોલ્ડ સ્ટોરેજની સીલ ના કરવા માટે આદેશ કરવામાં આવ્યા હતા ડીસાએ વર્ષોથી બટાટાની નગરી તરીકે ઓળખવામાં આવે છે પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી બટાટામાં સતત મંદીના કારણે ખેડૂતો અને કોલ્ડ સ્ટોરેજના માલિકો દેવાદાર બન્યા છે જેના કારણે સતત બટાટાના ભાવમાં મંદિના કારણે કોલ્ડ સ્ટોરેજના માલિકો દેવાદાર બનતા બેંક દ્વારા હાલમાં કોલ્ડ સ્ટોરેજ માલિકો દ્વારા લેવામાં આવેલી લોન ન ભરતા સ્ટોરેજ સ્ટોરેજ સીલ કરવામાં આવી રહ્યા છે ત્યારે ડીસાના ભોંયણ નજીક આવેલ ગણેશ કોલ સ્ટોરેજ ને બેંક દ્વારા સીલ કરવાની નોટિસ આપવામાં આવતા ખેડૂતો અને કોલ્ડ સ્ટોરેજ માલિક ચિંતાતુર બન્યા હતા પરંતુ ખેડૂતોની રજૂઆતના પગલે હાલમાં જિલ્લા કલેકટર આનંદ પટેલે બેંક ને ત્યાં સુધી બટાકા નો નિકાલ ન થાય ત્યાં સુધી કોલ્ડ સ્ટોરેજ કરવા સૂચના આપતા ખેડૂતોએ અને કોલ્ડ સ્ટોરેજ માલિકે રાહત અનુભવી હતી

 

Download Our B K News Today App



Related News