આજે સોના અને ચાંદીના બજારો ખુલ્યા ત્યારે બંને કિંમતી ધાતુના ભાવમાં સોનુ નરમ જયારે ચાંદીમાં ચળકાટ વધ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-14 12:49:14
  • Views : 90
  • Modified Date : 2024-03-14 12:49:14

સોના-ચાંદીના ભાવમાં ફેરફાર થયો હતો. HDFC સિક્યોરિટીઝના જણાવ્યા અનુસાર બુધવારે દિલ્હીના બુલિયન માર્કેટમાં સોનાની કિંમત 400 રૂપિયા ઘટીને 65950 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થઈ હતી. ચાંદીનો ભાવ પણ રૂપિયા 600 ઘટીને રૂ. 75,300 પ્રતિ કિલો બંધ રહ્યો હતો. આજે ગુરુવારે સોના અને ચાંદીના બજારો ખુલ્યા ત્યારે બંને કિંમતી ધાતુના ભાવમાં સોનુ નરમ જયારે ચાંદીમાં ચળકાટ વધ્યા હતા. બીજી તરફ આંતરરાષ્ટ્રીય બજાર કોમેક્સમાં હાજર સોનું 2,160 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યું હતું. ચાંદી પણ ઘટીને 24.22 ડોલર પ્રતિ ઔંસ રહી હતી.આજે એટલે કે ગુરુવારે સોનાની કિંમતમાં નરમાશ જોવા મળી છે જ્યારે ચાંદીના ભાવમાં વધારો થયો છે. તમને જણાવી દઈએ કે ગઈકાલ અને આજે સોના અને ચાંદીના ભાવમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે.તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે સોનું ખરીદતા પહેલા તમારે સોનાની કિંમત વિશે ચોક્કસ માહિતી હોવી જોઈએ. સોના-ચાંદીની કિંમત જાણવા માટે તમે તમારા શહેરની દુકાનોમાંથી ચેક કરી શકો છો.આજકાલ લોન લેનારા લોકોની સંખ્યા વધી છે. લોકો તેમની નાની-મોટી જરૂરિયાતો માટે લોનની મદદ લે છે. તમે અભ્યાસ કરવા માંગો છો, ઘર બનાવવા માંગો છો અથવા કોઈ વ્યવસાય શરૂ કરવા માંગો છો. આ બધી જરૂરિયાતો માટે લોન ઉપલબ્ધ છે. પરંતુ જ્યારે તમે લોન લો છો, તો તમારે તેના માટે EMI પણ ચૂકવવી પડશે. જ્યારે પણ EMI વધી જાય છે ત્યારે તમે દેવાની જાળમાં ફસાઈ જાવ છો. જો તમે એવી લોનથી બચવા માગો છો જેમાં વધારે વ્યાજ ચૂકવવામાં આવતું નથી, તો તમે ગોલ્ડ લોનની મદદ લઈ શકો છો. આમાં ગ્રાહકોએ સોના અને લોનની રકમના આધારે વ્યાજ ચૂકવવું પડશે.

Download Our B K News Today App



Related News