કોરોના વાયરસની મહામારી વચ્ચે ફ્રુટના ભાવ આસમાને : ગરીબ અને મધ્યમવર્ગના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-11 16:12:50
  • Views : 258
  • Modified Date : 2021-05-11 16:12:50

     બનાસકાંઠા જિલ્લામાં જે પ્રમાણે કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે તેને જોતા ચોક્કસથી કહી શકાય કે બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસનો રાફડો ફાટ્યો હોય.રોજે રોજ શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં હાજારોની સંખ્યામાં કોરોના દર્દીઓ સામે આવી રહ્યા છે. સતત વધતા જતા કોરોનાવાયરસ ના કેસ ના કારણે બનાસકાંઠા જીલ્લાની પરિસ્થિતિ બેકાબૂ બની છે ખાસ કરીને વધતા જતા કોરોનાવાયરસ ના કેસ ના કારણે ઓક્સિજનની અછતથી અત્યાર સુધી અને કોરોના દર્દીઓ મોતને પણ ભેટે ચૂક્યા છે. સતત વધતા જતા કોરોનાવાયરસ ના કેસ ને અટકાવવા માટે ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં જરૂરિયાત મંદ વસ્તુઓ શિવાય તમામ ધંધા-રોજગાર બંધ કરી દેવામાં આવ્યા છે જેના કારણે બનાસકાંઠા જિલ્લાની તમામ બજારો સૂમસામ જોવા મળી રહી છે વધતા જતા કેસ વચ્ચે જિલ્લામાં ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. ત્યારે આવા સમયે ડોક્ટર પણ કોરોના દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યા છે સમયસર ડોક્ટરો દ્વારા આપવામાં આવતી સારવારના કારણે અત્યાર સુધી અનેક દર્દીઓને નવું જીવનદાન મળી છે.

     ` સમગ્ર દેશ અને દુનિયા હાલ કોરોના વાયરસની મહામારી સામે લડાઈ લડી રહી છે. કોરોનાના નવા સ્ટ્રેઈનના કારણે હવે કોરોના પહેલાં કરતા વધારે ઘાતક સાબિત થઈ રહ્યો છે. તેવામાં ડોક્ટર વીટામીન સી યુક્ત આહાર અને ફળનું સેવન કરવાની સલાહ આપી રહ્યાં છે. ત્યારે વેપારીઓ હવે આવા કપરા કાળમાં લૂટ ચલાવી રહ્યાં છે.એક તરફ સમગ્ર ભારતભરમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે લોકો કોરોનાથી બચવા વિટામિન સી જે ફ્રૂટમાંથી મળતા હોય તે ખાતા હોય છે. જેના કારણે બનાસકાંઠા જિલ્લામાં ફ્રૂટ માર્કેટમાં નારંગી મોસંબી,કેળા અને લીંબુનાં ભાવ આસમાને પહોંચ્યા છે. હાલ ફ્રૂટ માર્કેટમાં મોસંબીના ભાવ 15 કિલોના 1550થી 1600 રૂપિયા બોલાઈ રહ્યાં છે. જે કોરોના વાયરસની મહામારી પહેલાં આ જ મોસંબીના 15 કિલોનો ભાવ 600 થી 700 રૂપિયા હતો. જ્યારે નારંગી, કેળા અને લીંબુના ભાવમાં પણ ધરખમ વધારો આવ્યો છે. આ અંગે હોલસેલ ફ્રુટ માર્કેટના વેપારીઓનું કહેવું છે કે આ ભાવ આગળથી જ વધીને આવે છે. કોરોના કાળમાં બીજી લહેરને અટકાવવા માટે સરકારે જે કરફ્યૂ આપ્યો છે તેની અસર પણ ધંધા પર પડી રહી છે. કરફર્યૂને કારણે ફળના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. વર્ષોથી ફ્રૂટનો વેપાર કરતા વેપારીઓનું પણ કહેવું છે કે, કોઈપણ ધંધો હોય તેમાં ડિમાંડ અને સપ્લાયનો નિયમ લાગૂ પડતો હોય છે. હાલ કોરોનાને કારણે ફળની માગ વધી રહી છે. વેપારીઓ પાસે પુરતો જથ્થો આવતો નથી. તેવામાં ફ્રૂટની માગ વધવાને કારણે તેની કિંમતમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.

     કોરોના વાયરસ સામે લડવા માટે આપણાં શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારવી ખુબ જ જરૂરી છે. તેવામાં વીટામીન સી યુક્ત ખોરાકનું સેવન આપણાં ઈમ્યુનીટી સિસ્ટમને મજબૂત કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. તેજ કારણ છે કે, તબીબ પણ હાલની સ્થિતિમાં લોકોને વીટામીન સી યુક્ત ફળનું સેવન કરવાની સલાહ આપે છે. પરંતુ જે પ્રમાણે કોરોનાવાયરસ ના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે તે જ પ્રમાણે ફ્રુટના ભાવોમાં પણ સતત ઉછાળો થતો જોવા મળી રહ્યો છે. મોટાભાગના તમામ ફળ હાલ બજારોમાં ઊંચા ભાવે મળી રહ્યા છે જે ફળ કોરોનાવાયરસ ની મહામારી પહેલા 50 રૂપિયે પણ નતા ખરીદી કરતા તે જ ફળ હાલમાં 200 રૂપિયે કિલો વેંચતા હોવા છતાં પણ લોકો ખરીદી કરી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાની બજારની વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં કોરોનાવાયરસ ની લહેર જે પ્રમાણે વધી રહી છે તે પ્રમાણે દર્દીઓ સતત કોરોના વાયરસ તરફ જઈ રહ્યા છે આ વાયરસ થી બચવા માટે ડોક્ટરો વિટામીન સી તરીકે ઉપયોગમાં લેવાતા ફળ વધુ ખાવા માટેની સલાહ આપી રહ્યા છે પરંતુ બનાસકાંઠા જિલ્લાની બજારોમાં હાલ મોસંબી -120 રૂપિયે કિલો, કેળા -40 રૂપિયે કિલો, નારંગી -200 રૂપીએ કિલો અને સફરજન -400 રૂપિયાથી પણ વધુ કિંમતે વહેંચાઈ રહ્યા છે. ત્યારે આવા સમયે કોરોના દર્દીના સગા વહાલાઓ ઉંચા ભાવ આપીને પણ ખરીદી કરવા માટે મજબૂર બન્યા છે જેનું કારણ છે કે કોરોના દર્દીઓને સૌથી વધુ જરૂરિયાત ફળોની હોય છે.
    
    આ અંગે ફ્રુટ ની ખરીદી કરવા આવેલા કોરોના દર્દીના સગાએ જણાવ્યું હતું કે હાલમાં જે પ્રમાણે કોરોનાવાયરસ ની મહામારીમાં સતત વધારો થઈ રહ્યો છે તેમાં દર્દીઓને સૌથી વધુ જરૂરી વિટામિન સી હોય છે જે ખાટા ફળો માંથી મળે છે પરંતુ કોરોનાવાયરસ ની મહામારીમાં હાલમાં આ તમામ ફળોના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જેના કારણે કોરોનાવાયરસ ની મહામારી પહેલા જે ફળ ના ભાવ
20 રૂપિયા કિલો હતા તે જ ફળ ના ભાવ હાલ 200 રૂપિયા થઈ ગયા છે તેમ છતાં પણ કોરોનાવાયરસ ની મહામારીમાં રક્ષણ મેળવવા માટે લોકો ફળ ની ખરીદી કરી રહ્યા છે.

 

Download Our B K News Today App



Related News