ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકાના અણઘડ વહીવટથી શહેરીજનોમાં ભાજપની છબી ધુમિલ થઈ રહી હોઈ ખુદ પાલિકાના પૂર્વ પ્રમુખે જિલ્લા ભાજપ પ્રમુખને રજુઆત કરતા ચકચાર મચી જવા પામી છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-17 11:54:27
  • Views : 234
  • Modified Date : 2022-03-17 11:54:27

નગરપાલિકા પ્રમુખ તેમજ કારોબારી ચેરમેન ઉપર વિશ્વાસ મૂકી તેમની નિમણૂક કરી હતી આ બંને પદાધિકારીઓની વહીવટી અણઆવડત તેમજ મનસ્વી આપખુદી વલણને કારણે નગરપાલિકા નો વહીવટ કથળી ગયેલ છે  અમ્રૂત જોશી પૂર્વ પાલિકા પ્રમુખ

બનાસકાંઠા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના જીલ્લા પ્રમુખ ગુમાનસિંહજી ચૌહાણને પાલનપુર નગરપાલિકાના અણઘડ વહીવટ બાબતે પાલિકાના પૂર્વ પ્રમુખ અમૃતભાઈ જોષી દ્રારા લેખિત રજુઆત કરતા જણાવ્યું હતુ કે, પાલનપુર નગરપાલિકાની ચુંટણીને એક વર્ષ પૂર્ણ થઇ ગયેલ છે. ફેબ્રુઆરી 2021 માં યોજવામાં આવેલ નગર પાલિકાની ચૂંટણીમાં પ્રજાજનોએ ભારતીય જનતા પાર્ટીમાં વિશ્વાસ મુકી ભાજપના 32 નગરસેવકોને જીતાડી ભારે બહુમતીથી જ્વલંત વિજય અપાવ્યો હતો.

          

ભારતીય જનતા પાર્ટીએ નગરપાલિકા પ્રમુખ તરીકે હેતલબેન રાવલ તેમજ કારોબારી ચેરમેન દિપકભાઈ પટેલ ઉપર વિશ્વાસ મૂકી તેમની નિમણૂક કરી હતી. પરંતુ આ બંને પદાધિકારીઓની વહીવટી અણઆવડત તેમજ મનસ્વી આપખુદી વલણને કારણે નગરપાલિકા નો વહીવટ કથળી ગયેલ છે. જેના લીધે પાર્ટીની ઈમેજ ખરાબ થાય છે. નગર પાલિકાના વહીવટ અંગે મીડિયામાં વારંવાર નકારાત્મક અહેવાલો આવતા હોઈ જેના લીધે પાર્ટીને નુકસાન થઈ રહ્યું છે. ત્યારે આગામી વિધાનસભાની ચૂંટણીમાં પાલનપુર નગરપાલિકાના વહીવટને કારણે ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

       

સરકાર દ્વારા પાલનપુર શહેરના વિકાસ માટે લાખો-કરોડોની ગ્રાન્ટો ફાળવવામાં આવી રહી છે પરંતુ વહીવટી અણ આવડત તેમજ નિર્ણય શક્તિના અભાવે સમયસર કામગીરી થઇ શકતી નથી ગેર વહીવટને કારણે પ્રજાજનો શારીરિક આર્થિક માનસિક યાતનાઓ ભોગવી રહ્યા છે. જેના કારણે પાલિકાનો વહીવટ વગોવાઈ રહ્યો હોવાની સાથે ભાજપની છબી ધુમિલ થઈ રહી હોવાનું જણાવી વિધાનસભા ની ચૂંટણીને લઈને યોગ્ય પગલાં ભરવાની માંગ કરાઈ છે.

 

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વિકાસ કાર્યો તેમજ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તેમજ કાર્યકર્તાઓની મહેનત અને સાથ સહકારથી પ્રજાજનોનો વિશ્વાસ સંપાદિત કરી પાલનપુર નગરપાલિકામાં 32 નગર સેવકોને પ્રજાજનોએ અમૂલ્ય વોટ આપી જીતાડેલ છે. પ્રજાજનોએ મુકેલા વિશ્વાસને અનુરૂપ નગરપાલિકા નો વહીવટ થતો નથી. આમ,અણઘડ વહીવટ ચાલી રહ્યો છે. પ્રજાજનોમાં વહીવટ બાબતે વ્યાપક રોષ જોવા મળી રહ્યો હોવાનો એકરાર ખુદ ભાજપના પૂર્વ પાલિકા પ્રમુખે કર્યો છે.

Download Our B K News Today App



Related News