મહેતા સાહેબની EXIT થતાં જ શૉમાં થઈ નવી એન્ટ્રી, મચી ગયો ખળભળાટ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-28 13:56:13
  • Views : 264
  • Modified Date : 2022-05-28 13:56:13


 


નવો ચહેરો જોડાશે શોમાં
જ્યારે કેટલાક જૂના ચહેરાઓ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાંથી વિદાય લઈ રહ્યા છે, ત્યારે કેટલાક નવા ચહેરા પણ શોમાં એન્ટ્રી લઈ રહ્યા છે. આવો એક નવો ચહેરો શો સાથે જોડાયેલો છે જેનું નામ છે ખુશ્બુ પટેલ. 


 


શોમાં ખુશ્બુ પટેલ પ્રતિક્ષાનું પાત્ર ભજવતી જોવા મળી રહી છે. જો તમે શો રોજ જોતા હશો તો તમને ખબર પડશે કે પ્રતિક્ષા કોણ છે અને જો તમને ખબર હોય તો તમને જણાવી દઈએ કે પ્રતિક્ષા છે જેના આવવા પર પોપટલાલની પ્રતીક્ષાનો અંત આવશે. એટલે કે પ્રતિક્ષા પોપટલાલની ભાવી પત્ની છે. 


રિયલ લાઈફમાં ખૂબ સ્ટાઈલિશ છે ખુશ્બુ 
જી હાં, પોપટલાલની ભાવિ દુલ્હનિયાની રાહ જોવાઈ રહી છે. પોપટલાલના સંબંધની વાત પાક્કી થઈ ગઈ છે. ખુશ્બુ પટેલ નામની અભિનેત્રી રોલ કરી રહી છે. શોમાં ખૂબ શરમાળ છોકરીના રોલમાં જોવા મળેલી ખુશ્બુ પટેલની રિયલ લાઈફ વિશે વાત કરીએ તો તે ખૂબ સ્ટાઇલિશ છે. 


ઇન્સ્ટાગ્રામ પર તેની ઘણી તસવીરો છે જે દર્શાવે છે કે તે ટ્રાવેલિંગની કેટલી શોખીન છે અને તેને સ્ટાઇલમાં રહેવું કેટલું પસંદ છે. ખુશ્બુ પટેલ અત્યારે ઈન્ડસ્ટ્રીમાં નવી છે અને તેના વિશે વધુ માહિતી ઉપલબ્ધ નથી.


 


તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટીવીનો સૌથી લોકપ્રિય શો છે, તેથી ખુશ્બુ પટેલ પણ શોમાં આટલું મહત્વપૂર્ણ પાત્ર મળવાથી ખૂબ ખુશ છે, જો કે પાત્ર કાયમી છે કે હંગામી તે વિશે કંઈ કહી શકાય નહીં.


 


Download Our B K News Today App



Related News