સાબરમતીએ રંગ બદલતા અમદાવાદીઓ માટે પાણી બન્યું ઝેર સમાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-01 15:09:18
  • Views : 162
  • Modified Date : 2023-06-01 15:09:18

અમદાવાદની સાબરમતી નદીના શુદ્ધિકરણની વાતો વચ્ચે વાસ્તવિકતા અલગ છે. સાબરમતી નદીની હાલત દયનીય બની છે. સાબરમતી નદીના બંને છેડે લીલ જોવા મળી રહી છે. નદીમાં આવેલ લીલના કારણે પાણીનો કલર બદલાયો છે. નદીમાં લીલાશ સાથે ગંદો કચરો પણ જોવા મળી રહ્યો છે. AMC સાબરમતી નદીને ક્યારે સાફ કરાવશે તે એક મોટો સવાલ છે.અમદાવાદ સાબરમતી નદીના પાણીનો રંગ બદલાયો છે. પાણીનો રંગ લીલો થઈ ગયો છે, સાબરમતી નદીમાં લીલનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. સાબરમતી નદીમાં લીલનું સામ્રાજ્ય થઈ જતા નદીનું સૌંદર્ય હણાયું છે. નદીમાં છોડવામાં આવતા કેમિકલને કારણે નદી પ્રદૂષિત થઈ ગઈ છે. દૂર-દૂર સુધી સાબરમતી નદીનું પાણી લીલુ લીલુ જોવા મળી રહ્યું છે. ચારેય બાજુ નદીમાં લીલ જોવા મળી રહી છે, જેના કારણે નદીમાંથી દુર્ગંધ આવી રહી છે. આપને જણાવી દઈએ કે, ગત ફેબ્રુઆરી મહિનામાં સાબરમતી નદીને લઇ CPCBના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. CPCBના રિપોર્ટમાં સાબરમતી નદી દેશની બીજા નંબરની સૌથી પ્રદૂષિત નદી હોવાનો ઉલ્લેખ થયો હતો. સાબરમતી નદીમાં ગંદકીનું સામ્રાજ્ય હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ થયો હતો. પ્રદૂષિત નદીઓના રિપોર્ટ પર કોંગ્રેસે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.

Download Our B K News Today App



Related News