પાલનપુરના વરસાદી પાણીના નિકાલ માટેની કોઇ જ નિરાકરણ ન આવતા વિસ્તાર સ્થાનિકોએ નગરપાલિકામાં થાળી વગાડી વિરોધ નોંધાવ્યો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-06-25 10:48:49
  • Views : 259
  • Modified Date : 2021-06-25 10:48:49

     પાલનપુર શહેરમાં આવેલા મફતપુરા વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટેની કોઇ જ કાર્યવાહી ન કરવામાં આવતાં અગાઉ ત્રણ દિવસ પહેલા આવેલા ભારે વરસાદે લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયા હતા અને લોકોને અનાજ સહિતની ઘરવખરી અને મોટું નુકસાન થવા પામ્યું હતું જે બાબતને લઇને સ્થાનિક લોકો દ્વારા નગરપાલિકામાં રજૂઆત પણ કરવામાં આવી હતી પરંતુ નગરપાલિકા દ્વારા ગટરની વ્યવસ્થાને લઈને કોઇ જ કાર્યવાહી કરવામાં આવી નહોતી અને કોન્ટ્રાક્ટર દ્વારા પણ મફતપુરા વિસ્તારમાં લાંબા સમયથી કામ પૂર્ણ ના કરતાં સ્થાનિક લોકો આજે થાળી અને ચમચી લઇને નગરપાલિકામાં વિરોધ પ્રદર્શન કર્યું હતું જે બાબતે મફતપુરા વિસ્તારમાં સ્થાનિક લોકો આજે મોટી સંખ્યામાં નગરપાલિકા ખાતે આવ્યા હતા જ્યાં તેમણે થાળી અને ચમચી વડે નગરપાલિકા સમક્ષ વિરોધ પ્રદર્શિત કર્યો ત્યારે ચીફ ઓફિસરને મળવા માટે ની વાત કરતા તેમણે મળવાની ના પાડી હતી અને સ્થાનિકોને નગરપાલિકાની અંદર પ્રવેશતા અટકાવવામાં આવ્યા હતા ત્યારે સમગ્ર બાબતે મફતપુરા વિસ્તારના લોકોએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો અને આ વિસ્તારના લોકોએ જો તેમની સમસ્યાનો જલ્દીમાં જલ્દી નિરાકરણ લાવવામાં નહી આવે તો આંદોલન ની ચિમકી આપી હતી.

Download Our B K News Today App



Related News