રાજસ્થાનમાં વેક્સિનનું વેસ્ટેજ, 35 સેન્ટર્સના કચરામાં મળી 500 શીશી, એમાંથી 2500થી પણ વધારે ડોઝ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-31 14:12:38
  • Views : 359
  • Modified Date : 2021-05-31 14:12:38

    રાજસ્થાન જેટલી વેક્સિન માગી રહ્યા છે, કેન્દ્ર સરકાર એનો ચોથો ભાગ પણ આપતી નથી. તકલીફ પડી રહી છે, તેથી સેન્ટર્સ બંધ કરવાં પડશે. રાજસ્થાન સરકાર લગભગ રોજ આ વાત કરી રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા રોજ આંકડા આપવામાં આવી રહ્યા છે કે કયા રાજ્યને કેટલી વાઇલ આપવામાં આવી અને કયા રાજ્યએ કેટલા ડોઝ ખરાબ કર્યા. એક વાઇલમાં 10 ડોઝ આવે છે. ભાસ્કરે તપાસ કરતાં 8 જિલ્લાના 35 વેક્સિનેશન સેન્ટરની તપાસ કરી તો તેમના ડસ્ટબિનમાંથી 500 શીશી(વાઇલ) મળી આવી છે, એટલે કે 2500 કરતાં વધારે ડોઝ વેસ્ટ થયા છે. તપાસમાં 500થી વધારે વાઇલ 20થી 75% સુધી ભરેલી હતી.

    કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે, રાજસ્થાનમાં 16 જાન્યુઆરીથી લઈને 17 મે સુધી 11.50 લાખથી વધારે ડોઝ વેસ્ટ કરવામાં આવ્યા છે. વેક્સિનના વેસ્ટેજ વિશે પણ કેન્દ્ર અને રાજ્ય સરકારના આંકડા અલગ અલગ છે. રાજસ્થાન સરકારે જણાવ્યું હતું કે રાજ્યમાં વેક્સિન વેસ્ટેજ માત્ર 2% છે, જ્યારે એપ્રિલમાં કેન્દ્રએ 7% અને 26 મેએ 3% વેક્સિન વેસ્ટ થઈ હોવાનું જણાવ્યું હતું. કોવિડ વેક્સિનેશન કેન્દ્રની તપાસ કરી એમાં વેક્સિનનું વેસ્ટેજ 25% દર્શાવવામાં આવ્યું હતું. વેસ્ટેજની દરેક વાઇલ ભાસ્કર પાસે છે. સ્વાસ્થ્ય વિભાગના મુખ્ય સચિવ અખિલ અરોરાનું કહેવું છે કે અમે તપાસ કરી રહ્યા છીએ. ભાસ્કર આજે એટલે કે સોમવારે એ દરેક વેસ્ટેજની વાઇલ્સ તેમને સોંપશે.

    કેરળને જેટલી પણ વેક્સિન મળી છે એમાંથી 87 હજાર વધારે લોકોને વેક્સિન આપવામાં આવી છે. રાજસ્થાનમાં જ સ્વાસ્થ્ય કેન્દ્ર હિન્ડોલી તરફથી સિનિયર સેકેન્ડરી સ્કૂલમાં શરૂ કરવામાં આવેલા કેમ્પમાં એકપણ ડોઝ વેસ્ટ કરવામાં નથી આવ્યો. હેલ્થવર્કર ગાયક્ષી શર્માને 27 મેના રોજ મળેલી 22 વાઇલમાંથી તેમણે 240 લોકોને વેક્સિન આપી છે. બુંદીના બાલચંદ પાડા કેન્દ્ર પર હેલ્થવર્કર મહિમા વર્મા, અયોધ્યા શર્મા અને અફરોઝ2 25 વાઇલથી 274 લોકોને વેક્સિન આપી છે.


Download Our B K News Today App



Related News