ડાંગ જિલ્લાના 12 જેટલા પરિવારે ખ્રિસ્તીમાંથી પુનઃ હિન્દુ ધર્મ અપનાવ્યો, શિવરિમાળમાં વૈદિક દિક્ષા કાર્યક્રમ યોજાયો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-27 16:05:24
  • Views : 299
  • Modified Date : 2020-12-27 16:05:24

    ડાંગ જિલ્લો કે જ્યાં ધર્માંતરણ કરીને ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરનારની સંખ્યા વધુ છે. ત્યાં હવે ધીરે ધીરે આદિવાસી પરિવારો પુનઃ સનાનત હિન્દુ ધર્મ તરફ પરત ફરી રહ્યાં છે. રાજ્યામાં ડાંગ એક એવો જિલ્લો છે, જ્યાં 40 ટકા લોકોએ ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો છે. ત્યારે આજે ડાંગ જિલ્લાના શિવરિમાળમાં સાધવી યશોદાદીદીની ઉપસ્થિતિમાં 12 જેટલા પરિવાર વિધિવિધાન સાથે હિન્દુ ધર્મ અપનાવ્યો છે.


    સાધ્વી યશોદાદીદીએ જણાવ્યું હતું કે, ડાંગ જિલ્લાના 12 પરિવારોએ અમને જણાવ્યું હતું કે તેઓ પુનઃ હિન્દુ ધર્મ અપનાવવા માગે છે. જેથી આજે તેમને તમામ વિધિ વિધાન સાથે હિન્દુ ધર્મ અંગીકાર કરાવ્યો હતો. જે લોકો ધર્મ પરિવર્તન કરીને ગયા હતા તેમની ઘરવાપસી કરાવવામાં આવી હતી. આ એ લોકો છે જે પહેલાથી જ હિન્દુ હતા પરંતુ કોઇ કારણોસર ચર્ચમાં જવા લાગ્યા હતા. પરંતુ આજે તેમને ખબર પડી કે અમારી જે ધરોહર છે એ જ સાચી ધરોહર છે અને અમારો સનાતન ધર્મ એ જ સાચો ધર્મ માનીને આ લોકો પાછા આવ્યા છે. તેમનું હવનયજ્ઞ કરી, ઉનાઇ માતા પાસે લઇ જઇ ગરમ પાણીમાં સ્નાન કરાવવામાં આવ્યું હતું.


    ડાંગ જિલ્લામાં અનેક પરિવારો એવા છે જે ડાંગમાં રહીને હિન્દુ ધર્મનો પ્રચાર કરનારાઓના સંપર્કમાં આવીની ખ્રિસ્તી ધર્મ છોડી ફરી સનાતન ધર્મ તરફ વળ્યા છે. જોકે છેલ્લા 10 વર્ષથી આ વિસ્તારમાં હિન્દુ ધર્મનો પ્રચાર અને પ્રસાર વધ્યો છે, જેને લઇને અહીં ધર્માંતરણની પ્રવૃત્તિ અટકી છે અને લોકો ફરી સનાતન ધર્મ તરફ પરત ફરી રહ્યાં છે.

    જિલ્લામાં વર્ષો પહેલા ખ્રિસ્તી ધર્મ તરફ વળેલા લોકો હવે હિન્દુ ધર્મ તરફ વળ્યા છે. આજે ડાંગ જિલ્લાના શિવરિમાળ વિસ્તારમાં હિન્દુ ધર્માંતરણ વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 12 જટેલા પરિવારએ વિધિ વિધાન સાથે હિન્દુ ધર્મ અપનાવ્યો હતો.


Download Our B K News Today App



Related News