ક્રિસમસ અને ન્યૂ યરની ઉજવણી નજીક હોવાથી સાવચેતી ખુબ જરૂરીઃ માંડવિયા

  • Published By : parth lakhtaria
  • Published Date : 2022-12-24 17:21:43
  • Views : 438
  • Modified Date : 2022-12-24 17:21:43

આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ રાજ્યોને સર્વેલન્સ વધારવા અને બૂસ્ટર ડોઝ હેઠળ વધુ લોકોને આવરી લેવાની તાકીદ કરી છે. વિશ્વભરમાં કોરોનાના વધતા કેસને પગલે તેમણે ગુરુવારે નિયંત્રણના પગલાં કડક બનાવવાની સૂચના આપી હતી. માંડવિયાએ સંસદના બંને ગૃહોને જણાવ્યું હતું કે, એરપોર્ટ્સ પર આવતા વિદેશી યાત્રાઓનું ગુરુવારથી રેન્ડમ સેમ્પલિંગ શરૂ થઈ ચૂક્યું છે. જેથી દેશમાં નવા વેરિયન્ટની અસર મર્યાદિત કરી શકાય. તેમણે જણાવ્યું હતું કે, “આપણો દુશ્મન સમય સાથે બદલાઈ રહ્યો છે.

સતત પ્રયાસ અને દ્રઢતા સાથે આપણે તેની સામે લડત ચાલુ રાખવી જરૂરી છે.” મંત્રીએ જણાવ્યું હતું કે, વિશ્વમાં રોજ કોરોનાના ૫.૮૭ લાખ કેસ નોંધાઈ રહ્યા છે ત્યારે દેશમાં કોરોનાના સરેરાશ કેસની સંખ્યા ૧૫૩ છે. તેમણે જણાવ્યું હતું કે, “આરોગ્ય મંત્રાલય નિયમિત રીતે સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. પડકારને પહોંચી વળવા મંત્રાલયે ચોક્કસ પગલાં સૂચવ્યા છે.”

કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, “આગામી તહેવારો અને ન્યૂ યરની ઉજવણીને ધ્યાનમાં રાખીને રાજ્યોએ કોવિડ સામે સાવચેતીના પગલાં માટે લોકોમાં જાગૃતિ ઊભી કરવી જોઇએ. જેમાં માસ્ક, હાથ સાફ કરવા અને શ્વસનતંત્ર અંગેની સાવચેતીનો સમાવેશ થાય છે. માંડવિયાએ રાજ્યોને કોવિડ વેક્સિનેશનના ભાગરૂપે બૂસ્ટર કે પ્રિકોશન ડોઝની સંખ્યા વધારવા નિર્દેશ કર્યો હતો

Download Our B K News Today App



Related News