ઘાટલોડિયા વિસ્તાર માં રિક્ષા ચાલક ના ઘરે ભોજન માટે ગયા અરવિંદ કેજરીવાલ

  • Published By :
  • Published Date : 2022-09-13 16:59:08
  • Views : 235
  • Modified Date : 2022-09-13 17:21:35

સ્કાયલાઈન હોટલથી વિક્રમ દંતાણીની રીક્ષામાં તેના ઘરે આવવા નીકળ્યા હતા. મુખ્યમંત્રી હોવાથી સુરક્ષાને ધ્યાનમાં રાખી અને પોલીસ દ્વારા તેમને રીક્ષામાં ન જઈ શકે તેના માટે પોલીસે અટકાવ્યા હતા. પરંતુ બાદમાં પોલીસે તેમને રિક્ષામાં જવા દિધા હતા. અરવિંદ કેજરીવાલની સાથે પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા અને ઈશુદાન ગઢવી રીક્ષામાં બેઠા હતા.ઘાટલોડિયા વિસ્તારમાં દંતાણી નગરમાં રીક્ષા ચાલકના ઘરે તેની જ રીક્ષામાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પહોંચ્યા હતા. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને લોકો એકઠા થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.મોટી સંખ્યામાં લોકોની ભીડ બેકાબૂ બનતાં થોડીવાર માટે ઘર્ષણ થયું હતું. મુખ્યમંત્રી કેજરીવાલ ઘાટલોડિયા વિસ્તારમાં રીક્ષાચાલક વિક્રમ દંતાણીના ઘરે જમ્યા હતા

Download Our B K News Today App



Related News