અરવિંદ કેજરીવાલ આજે સુરતના પ્રવાસે, દિલ્હી-પંજાબ બાદ ગુજરાતમાં પણ ફ્રી વીજળી અંગે કરી શકે છે મોટી જાહેરાત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-21 11:18:21
  • Views : 192
  • Modified Date : 2022-07-21 11:18:21


અરવિંદ કેજરીવાલ આજે સુરતના પ્રવાસે, દિલ્હી-પંજાબ બાદ ગુજરાતમાં પણ ફ્રી વીજળી અંગે કરી શકે છે મોટી જાહેરાત


ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ તમામ રાજકીય પક્ષો પોતપોતાની રીતે ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે. એવામાં દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ આજે ગુજરાતની મુલાકાતે આવશે. અહીંયા તેઓ સુરતમાં સસ્તી વીજળીને લઇને મોટી જાહેરાત કરી શકે છે. તમને જણાવી દઇએ કે, કેજરીવાલ આજે સુરતની મુલાકાતે છે. ત્યારે સુરતમાં તેઓ આજે પ્રેસ કોન્ફરન્સ યોજશે. જેમાં તેઓ દિલ્હી, પંજાબ બાદ હવે ગુજરાતમાં પણ સસ્તી વીજળીની જાહેરાત કરી શકે છે.


જુઓ શું છે અરવિંદ કેજરીવાલનો આજનો કાર્યક્રમ?


કેજરીવાલ આજ રોજ ગુજરાતના પ્રવાસે આવશે ત્યારે તેઓ આજે સુરતના ટાઉનહોલ ખાતે જઇને પ્રેસ કોન્ફરન્સ યોજશે. જેમાં કેજરીવાલ મીડિયા અને ગુજરાતની જનતા સમક્ષ સસ્તી વીજળી મુદ્દે મોટી જાહેરાત કરશે અને ત્યાર બાદ તેઓ સાંજના 4:30 કલાકે દિલ્હી જવા રવાના થશે.


અરવિંદ કેજરીવાલની એક મહિનામાં બીજી વારની મુલાકાતને જોતા એ સ્પષ્ટ દેખાઇ રહ્યું છે કે, ગુજરાતમાં AAP તરફથી પૂરેપૂરો ભાર આપવામાં આવી રહ્યો છે. તમને જણાવી દઇએ કે, દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ ગઇકાલે સુરત આવી પહોંચ્યા હતા. સુરત એરપોર્ટ પર તેઓનું ભવ્ય સ્વાગત પણ કરાયું હતું.


અમે ગુજરાતને શું આપવાના છીએ તેની લોકોને જાણકારી આપીશું: કેજરીવાલ


અહીં તેઓએ સુરત એરપોર્ટ પર મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, 'ગુજરાતમાં 27 વર્ષના ભાજપ શાસનથી પ્રજા પરેશાન થઈ ગઈ છે. અમે ગુજરાતમાં આવ્યા છીએ. અને આવતીકાલે ટાઉનહોલ અને પ્રેસ કોન્ફરન્સમાં અમે ગુજરાતને શું આપવાના છીએ તેની લોકોને જાણકારી આપીશું. ગુજરાતમાં જો આપ ની સરકાર બનશે તો શું એજન્ડા હશે તેની જાણકારી આપીશું. ગુજરાતની જનતાએ મને ખૂબ પ્રેમ આપ્યો છે.'


 


Download Our B K News Today App



Related News