વિદ્યાર્થી રાજકારણથી નાણા મંત્રાલય સુધી અરુણ જેટલીની આવી હતી સફર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-24 15:44:24
  • Views : 509
  • Modified Date : 2019-08-24 15:44:24

1974માં સ્ટુડન્ટ રાજકારણથી શરૂઆત કરનારા અરુણ જેટલીએ સોલિસિટર જનરલ, સંયુક્ત રાષ્ટ્ર, બીસીસીઆઈ થઈને કેબિનેટ મંત્રી સુધી પહોંચ્યા. નજર કરીએ તેમની સમગ્ર જિંદગી પર ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ નાણા મંત્રી અરુણ જેટલીનો જન્મ વર્ષ 1952માં થયો હતો. જન્મ બાદ તેમના પિતા પાકિસ્તાનના લાહોરથી પરિવાર સહિત દિલ્હી આવી ગયા હતા.દિલ્હીની સેન્ટ ઝેવિયર્સથી જેટલીએ પ્રારંભિક અભ્યાસ પૂરો કર્યો. 1969માં શ્રીરામ કોલેજ ઓફ કોમર્સથી તેઓએ ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યુ.1974થી તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત થઈ. તેઓ સ્ટુડન્ટ સંઘના અધ્યક્ષની ચૂંટણી જીત્યા. 1975માં ઇમરજન્સી દરમિયાન તેઓ અંબાલા અને દિલ્હી જેલમાં રહ્યા. તેઓ 19 મહિના તિહાડ જેલમાં કેદ રહ્યા.1976માં લોકતાંત્રિક મોરચાના સંયોજક તરીકે પસંદગી ગઈ. આ વર્ષે 1980માં ભારતીય જનતા પાર્ટીના સભ્ય બન્યા.1982માં સંગીતા ડોગરા સાથે લગ્નગ્રંથીથી બંધાયા અને 1990માં દેશના એડિશનલ સોલિસિટર જનરલનું પદ સંભાળ્યું.1991માં તેઓને રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય બનાવવામાં આવ્યા. 1998માં ભારત તરફથી સંયુક્ત રાષ્ટ્રની જનરલ એસેમ્બલીના ભારતીય પ્રતિનિધિ મંડળમાં સામેલ થયા.1999માં તેઓએ BCCIના વાઇસ પ્રેસિડન્ટનું પદ સંભાળ્યું. 2000માં તેઓ પહેલીવાર કેન્દ્ર સરકારમાં કેબિનેટ મંત્રી બન્યા.2002માં તેમને ભાજપના જનરલ સેક્રેટરી બનાવવામાં આવ્યા. 2009માં તેઓ રાજ્યસભાના નેતા પ્રતિપક્ષ ચૂંટાયા.2012માં તેઓએ ગુજરાતથી રાજ્યસભા માટે ચૂંટાયા. 2014માં મોદી સરકારમાં તેમને નાણા મંત્રાલય જેવી મહત્વપૂર્ણ જવાબદારી સોંપાઈ.2018માં તેઓ ઉત્તર પ્રદેશથી ચૂંટાઈને ફરી રાજ્યસભામાં પહોંચ્યા. 24 ઓગસ્ટ 2019ના રોજ લાંબી બીમારી બાદ તેમનું નિધન થયું.

Download Our B K News Today App



Related News