હિંમતનગરમાં ARTO FAIRનું આયોજન કરાયું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-12-18 15:59:22
  • Views : 69
  • Modified Date : 2023-12-18 15:59:22

ARTO FAIR 2023 નું રવિવારે હિંમતનગર શહેરના કેનાલ ફ્રન્ટ પર કરવામાં આવ્યુ હતુ. હિંમતનગરના આર્ટીસ્ટો અને નગર પાલિકાએ જેનું સફળ આયોજન કર્યુ હતુ. દર વર્ષે અહીં તબીબો, પ્રોફેશર, ગૃહિણીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ સહિતનાઓ પોતાની કળાને રજૂ કરવા માટે હિસ્સો લેતા હોય છે. આ વખતે પણ મુંબઈ, સહિત જિલ્લાના વિવિધ વિસ્તારમાંથી આર્ટીસ્ટ ઉપસ્થિત રહ્યા હતા.હિંમતનગરના ધારાસભ્ય વિનેન્દ્રસિંહ ઝાલાએ આર્ટો ફેરને ખુલ્લું મુક્યુ હતુ અને કલાકારો માટે આ પ્રકારના આયોજનને પ્રોત્સાહિત કર્યુ હતુ. આર્ટો ફેરમાં પેઈન્ટીંગ, મડ આર્ટ, પેપર કટીંગ આર્ટ, મિરર આર્ટ. મુરસ આર્ટ, કેનવાસ પેઈન્ટીંગ સહિત સ્કેચની કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. શહેરીજનોએ મોટી સંખ્યામાં હિસ્સો લઈને કૃતિઓને નિહાળી હતી અને કલાકારોને પ્રોત્સાહન પુરુ પાડ્યું હતુ.

Download Our B K News Today App



Related News