બનાસકાંઠા જિલ્લામાં વરસાદનું આગમન : ધાનેરા તાલુકામાં વરસાદી પાણી ભરાતા ખેડૂતો પરેશાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-28 13:25:42
  • Views : 225
  • Modified Date : 2021-07-28 13:25:42

     બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી અવિરત પણે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે બનાસકાંઠા જિલ્લાના લોકો લાંબા સમય બાદ ગરમીથી રાહત મેળવી હતી તો આ તરફ છેલ્લા ઘણા સમયથી પડી રહેલા વરસાદના કારણે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો માં સૌથી વધુ ખુશી જોવા મળી રહી છે બનાસકાંઠા જિલ્લામાં મોટાભાગના તાલુકાઓમાં છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાના બનાવો સામે આવ્યા હતા જેના કારણે સ્થાનિક લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. શહેરી વિસ્તારોમાં પણ ઠેરઠેર પાણીના નિકાલ માટે કોઈ વ્યવસ્થા ન હોવાથી અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે ત્યારે ચોક્કસથી કહી શકાય કે બનાસકાંઠા જિલ્લામાં જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે કયા ખુશી જોવા મળી રહી છે તો ક્યાંક લોકો હાલાકી ભોગવી રહ્યા છે.

     બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં જોરદાર પવન સાથે વરસાદ વરસતા ધાનેરા તાલુકાના આલવાડા,રવિ વકતાપુરા, વાછડાલ સહિતના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોમાં ઘૂંટણ સુધી પાણી ભરાયા હતા. જોકે વાવણી કરાયા બાદ સારા એવા વરસાદથી ખેડૂતોના ઉભા પાકને જીવતદાન મળતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે.પરંતુ વધુ પડતા વરસાદના કારણે અનેક ખેડૂતોના ખેતરમાં પાક ધોવાણ પણ થયું હતું.બનાસકાંઠા જિલ્લાના સરહદીય વિસ્તારોમાં નહિવત વરસાદના કારણે ભૂગર્ભજળ હજાર ફૂટ નીચે જતા રહ્યા હતા.પરંતુ જે પ્રમાણે હાલમાં વરસાદ પડી રહ્યો છે તેનાથી અનેક ખેડૂતોને ફાયદો થાય તેમ છે ભારે પવનથી ખેડૂતોના ઘરના પતરા ઉડવાની ઘટના પણ સામે આવી પરંતુ જે રીતે ધાનેરા તાલુકામાં 42મીમી વરસાદ થતા વાવણી કરેલ બાજરી,મગફળી જુવાર,ગવાર સહિત ચોમાસુ સીઝનમાં વાવણી કરેલ પાકને જીવતદાન મળતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી.

     સરહદી વિસ્તારમાં સિંચાઈના પાણીના કકળાટ વચ્ચે ગત્ રાત્રે જોરદાર પવન સાથે વરસાદી વાતાવરણ સર્જાતા ધોધમાર વરસાદ  સવાર સુધી વરસ્યો જેના કારણે ધાનેરાથી રાજસ્થાન જવાનો રસ્તો પણ પાણીમાં ગરકાવ થયો દિવસ દરમિયાન હજારો મુસાફરો રાજસ્થાનથી ગુજરાત તરફ આવતા હોય છે પરંતુ ગત રાત્રે વરસાદ વર્ષો તેમાં આલવાડા નજીક ભરપૂર માત્રામાં જે પાણી ભરાતા પશુપાલકો,સ્થાનિક લોકો અને મુસાફરો પણ અવરજવરમાં મુશ્કેલી સર્જાઈ વરસાદી પાણી એવાતો રોડ ઉપર ભરાયા અનેક મુસાફરોના વાહનો પણ બગડ્યા તંત્ર દ્વારા આ રોડ ને જો ઉંચો બનાવવામાં આવેતો દર ચોમાસામાં જે રોડમાં પાણી ભરાયાં તેનો યોગ્ય નિકાલ થાય તેમ છે.

 

Download Our B K News Today App



Related News