બનાસકાંઠા જિલ્લામાં લાંબા સમયના વિરામ બાદ વરસાદનું આગમન : ખેડૂતોના પાકને મળ્યું નવું જીવન દાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-26 12:10:42
  • Views : 401
  • Modified Date : 2021-07-26 12:10:42

     બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે બનાસકાંઠા જિલ્લામાં પહેલા રાઉન્ડમાં સારો વરસાદ થયા બાદ બનાસ વાસીઓ અને ખાસ કરીને ખેડૂતો વરસાદની ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. જો કે, છેલ્લા એક અઠવાડિયાથી સામાન્ય છૂટાછવાયા વરસાદ બાદ આજે બપોરના સમયે ડીસા સહિત આજુ-બાજુના પંથકમાં વરસાદ ખાબક્યો હતો. દિવસ દરમિયાન ભારે ઉકળાટ અને બફારા બાદ સાંજ ના સમયે એકાએક વરસાદ ખાબકતા ચોતરફ ઠંડક પ્રસરતા લોકોને ગરમીથી રાહત મળી હતી. બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધી સીઝનનો માત્ર 17.90 ટકા જ વરસાદ થયો છે. પરંતુ છેલ્લા બે દિવસથી બનાસકાંઠા જિલ્લામાં સારો વરસાદ પડતા લોકોમાં ખુશી જોવા મળી રહી છે.

 બનાસકાંઠા જિલ્લામાં 20 દિવસના વિરામ બાદ ગત મોડી રાત બાદ કડાકા અને ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. એક કલાકમાં ભારે વરસાદ પડતા ખેડૂતોમાં ખાસ કરીને ખુશી જોવા મળી હતી. બનાસકાંઠા જિલ્લાના અનેક શહેરમાં પણ બપોર બાદ ધોધમાર વરસાદ શરૂ થતા અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા વરસાદી પાણી ભરાતા ખાસ કરીને વાહન ચાલકો અને સોસાયટીના અનેક લોકો ભારે પરેશાન થયા હતા, ત્યારે ચોક્કસથી કહી શકાય કે, આજે બપોર બાદ તે પ્રમાણે વરસાદ શરૂ થયો હતો તેના કારણે લોકોએ ભારે ઉકળાટ અને બફારાથી રાહત મેળવી હતી. તો આ તરફ બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થતાં અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા જેના કારણે સ્થાનિક નગરપાલિકાના કોર્પોરેટરો દ્વારા તાત્કાલિક ધોરણે નગરપાલિકાની ટીમ બોલાવવી રસ્તાઓ તોડી પાણીના નિકાલ કરવામાં આવ્યો હતો જેના કારણે લોકોએ રાહત અનુભવી હતી ત્યારે ચોક્કસથી કહી શકાય કે જે પ્રમાણે છેલ્લા ૨૪ કલાકથી બનાસકાંઠા જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે તેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોએ હાલાકી ભોગવવી પડી હતી.

ચાલુ વર્ષે જે પ્રમાણે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે તેના કારણે ખેડૂતોએ જે મોંઘા બિયારણો લાવી વાવેતર કર્યું હતું તેવા પાકોને રાહત મળી હતી. પરંતુ હજુ પણ બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોને જેવો જોઈએ તેવો વરસાદ ન પડતાં પાણીનું વિકટ સંકટ જોવા મળી રહ્યું છે તો આ તરફ બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન ત્રણ જળાશયો હાલ ખાલીખમ પડ્યા છે ત્યારે હાલ તો ખેડૂતો ભગવાનને એક જ પ્રાર્થના કરી રહ્યા છે કે હજુ પણ ઉપરવાસમાં સારો વરસાદ થાય છે જેના કારણે જિલ્લાના જીવાદોરી સમાન ત્રણેય જળાશયોમાં પાણીની આવક થાય છે તે આવનારા સમયમાં બનાસકાંઠા જિલ્લા પર પાણીનું સંકટ થાય નહીં.

 બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ૨૦ દિવસથી વરસાદ પડવાનું નામ જ ન લેતો હતો પરંતુ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી પાંચ દિવસની ગુજરાતમાં વરસાદની આગાહીના પગલે ગત મોડી રાત્રીથી જ બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ શરૂ થયો છે છેલ્લા ૨૪ કલાકમાં બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં સારો વરસાદ પડ્યો છે જેના કારણે સૌથી વધુ ખુશી ખેડૂતોમાં જોવા મળે છે ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોએ મોંઘાદાટ બિયારણો લાવી ખેતરમાં મગફળીનું વાવેતર કર્યું હતું પરંતુ વરસાદ ખેંચાતા ખેડૂતોને પોતાના પાક બગાડવાની ચિંતા જોવા મળી રહી હતી. પરંતુ જે પ્રમાણે છેલ્લા બે દિવસથી બનાસકાંઠા જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે તેના કારણે ફરી એકવાર ખેડૂતોના પાકને નવજીવન મળ્યું છે જેના કારણે ખેડૂતોના મોઢા પર ફરી એકવાર ખુશી જોવા મળી હતી.

Download Our B K News Today App



Related News