બનાસકાંઠા જિલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદનું આગમન : વરસાદના પગલે વહીવટીતંત્ર એલર્ટ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-06-19 12:46:13
  • Views : 345
  • Modified Date : 2021-06-19 12:46:13

     છેલ્લા ઘણા સમયથી બનાસકાંઠા જિલ્લાવાસીઓ ગરમીનો ભારે અહેસાસ કરી રહ્યા હતા ચાલુ વર્ષે ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો ત્યારે આ વર્ષે લાંબા સમય બાદ આજે બનાસકાંઠા જિલ્લામાં વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી હતી અને બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં બપોર બાદ ધોધમાર વરસાદ શરૂ થયો હતો બનાસકાંઠા જિલ્લાના પાલનપુર અમીરગઢ અને ભાભરમાં ભારે વરસાદ પડયો હતો જેના કારણે લાંબા સમય બાદ ગરમીથી રાહત મેળવી હતી.

     બનાસકાંઠા જિલ્લામાં આજે લાંબા સમય બાદ પ્રથમવાર જિલ્લાના અનેક તાલુકાઓમાં સારો વરસાદ શરૂ થયો હતો ચોમાસાની શરૂઆત થતાની સાથે જ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોએ પોતાના ખેતરમાં નવી ખેતીની શરૂઆત પહેલા વરસાદની રાહ જોઇને બેઠા હતા ત્યારે આજે બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોમાં સારો વરસાદ થતાં બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી એક તરફ કોરોનાવાયરસ ની મહામારીમાં ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ત્યારે આજે ફરી એકવાર વરસાદનું આગમન થતા ખેડૂતોને નવા પાક માં સારી આવક થાય તેવી આશા બંધાઈ છે.

     બનાસકાંઠા જિલ્લામાં પણ છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે તેમજ આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી ભારે વરસાદની આગાહીને પગલે બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર પણ એલર્ટ બન્યું છે. જિલ્લા કલેકટર આનંદ પટેલે જિલ્લાના તમામ મામલતદાર ,ચીફ ઓફિસર, તાલુકા વિકાસ અધિકારી સહિત તમામ અધિકારીઓને હેડ ક્વાર્ટર ન છોડવા માટે આદેશ કર્યો છે સાથે સાથે ભારે વરસાદના પગલે જો કોઈ જાનહાનિ કે માલમત્તા ને નુકસાન થાય તો તાત્કાલિક તેનો સર્વે કરી કામગીરી કરવા માટે સુચના આપવામાં આવી છે, જ્યારે મોડી સાંજે પાલનપુર,ભાભર તેમજ અમીરગઢ પંથકમાં છુટોછવાયા વરસાદ નું આગમન થયું હતું વરસાદ થતા જ સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ ભારે ઉકળાટ બાદ ઠંડક નો એહસાસ કર્યો હતો.

 

Download Our B K News Today App



Related News