બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદનું આગમન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-20 11:18:25
  • Views : 1175
  • Modified Date : 2022-07-20 11:18:25

 

હવામાન વિભાગે આપેલી વરસાદની આગાહી પ્રમાણે આજે વહેલી સવારથી જ બનાસકાંઠા જિલ્લાના અનેક તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો જેના કારણે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા હતા.


- હવામાન વિભાગની આગાહી પ્રમાણે બનાસકાંઠા જિલ્લામાં વરસાદનું આગમન

- અમીરગઢ, ઈકબાલગઢ દાંતીવાડા,પાલનપુર, ધાનેરા ,ડીસા સહિતના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ

- ધોધમાર વરસાદના કારણે ખેતરો અને રસ્તા ઉપર વરસાદી પાણી ભરાયા

- સારા વરસાદથી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોમાં ખુશી છવાઈ

- હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદનું આગમન

 

     બનાસકાંઠા જિલ્લામાં ગત વર્ષે પડેલા નહિવત વરસાદના કારણે આ વર્ષે પાણીની વિકટ સમસ્યા સર્જાયતી ખાસ કરીને પાણી વગર દિવસેને દિવસે પાણીના તળ ઊંડા જઈ રહ્યા હતા જેના કારણે ખેડૂતોને ખેતી ને લઇ ચિંતામાં મુકાયા હતા પરંતુ આ વર્ષે ચોમાસાની શરૂઆત થતા ની સાથે જ બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં સારો વરસાદ વરસ્યો છે બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધી પડેલા સારા વરસાદના કારણે મોટાભાગના તાલુકાઓમાં ખેડૂતોએ વાવેતરની પણ શરૂઆત કરી દીધી છે ત્યારે ચોક્કસથી કહી શકાય કે જે પ્રમાણે હવામાન વિભાગે આગાહી આપી છે તે પ્રમાણે બનાસકાંઠા જિલ્લામાં સારો એવો વરસાદ પડી રહ્યો છે આજે બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ સવારથી જ શરૂ થયો હતો તેના કારણે સ્થાનિક લોકો અને ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ હતી.

 

- ધોધમાર વરસાદના કારણે વરસાદી પાણી ભરાયા

 

    બનાસકાંઠા જિલ્લામાં ચોમાસાની શરૂઆતના પગલે જ ધોધમાર વરસાદ શરૂ થયો છે જેમાં આજે હવામાન વિભાગે આપેલી આગાહી પ્રમાણે સવારથી જ બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ડીસા દાંતીવાડા ધાનેરા પાલનપુર ઈકબાલગઢ અને અમીરગઢ વિસ્તારમાં સવારથી જ સારો એવો વરસાદ શરૂ થયો હતો જેના કારણે ખેડૂતોને સ્થાનિક લોકોમાં ખુશી જોવા મળી હતી ખાસ કરીને આજે ઈકબાલગઢ અને અમીરગઢ પંથકમાં ભારે વરસાદના કારણે અનેક જગ્યાઓ પર વરસાદી પાણી ભરાયા હતા. ઈકબાલગઢ માં નેશનલ હાઈવે થી બજારમાં જવાના રસ્તા પર આજે ધોધમાર વરસાદના કારણે ઢીંચણ સમા વરસાદી પાણી ભરાયા હતા જેના કારણે અહીંથી પસાર થતા વાહન ચાલકો અને સ્થાનિક લોકો ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તો આ તરફ બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોમાં પણ વરસાદી પાણી રોડ પર અને ખેતરોમાં ભરાતા ખેડૂતોને સ્થાનિક લોકો પણ ભારે હાલાકી ભોગવી રહ્યા હતા પરંતુ આ વર્ષે જ્યારે બનાસકાંઠા જિલ્લામાં સારા વરસાદની આશા હતી તેવો વરસાદ શરૂઆતના દિવસોમાં જ શરૂ થતા જિલ્લા વાસીઓમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.

 

- ખેડૂતોએ વાવેતરની શરૂવાત કરી

 

     બનાસકાંઠા જિલ્લામાં ગત વર્ષે પડેલા નહિવત વરસાદના કારણે ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોએ પાણીની વિકટ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. પાણી વગર ખેડૂતોના પાકને પણ મોટું નુકસાન વીટવાનો વારો આવ્યો હતો ત્યારે આ વર્ષે સારો વરસાદ થાય અને જિલ્લામાં ફરી એકવાર ખેતી ક્ષેત્રે સારું એવું આવક થાય તે માટે ખેડૂતોએ વરસાદને લઈ ભગવાનને પ્રાર્થના કરી હતી ત્યારે ચોમાસાની શરૂઆત થતા ની સાથે જ બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેના કારણે અનેક વિસ્તારોમાં વરસાદી પાણીના કારણે તળાવ અને ખેત તલાવડીઓ ભરાતા ખેડૂતોમાં ખુશી જોવા મળતી રહી છે આ વર્ષે શરૂઆતના દિવસોમાં જ મોટાભાગના તાલુકાઓમાં સારો વરસાદ તથા ખેડૂતોએ વાવેતરની શરૂઆત કરી દીધી છે ખાસ કરીને સારા વરસાદના લીધે હાલ તો ખેડૂતોએ વાવેતર શરૂ કર્યું છે ત્યારે હજુ પણ ખેડૂતો ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે કે જિલ્લામાં સારો વરસાદ થાય જેથી ખેડૂતોને પાણી મળી શકે તો આ તરફ ઉપરવાસમાં પણ સારો વરસાદ થાય અને જિલ્લાના જીવા દોરી સમાન ખાલી પડેલા જળાશયો માં પાણીની આવક થાય તે માટે પણ ખેડૂતોએ ભગવાનને પ્રાર્થના કરી હતી.

 

Download Our B K News Today App



Related News