ધરપકડ:દાંતીવાડા પોલીસે બે બાઇકચોરોને ઝડપ્યા, 6 ચોરીનો ભેદ ઉકેલાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-14 13:00:02
  • Views : 224
  • Modified Date : 2022-06-14 13:00:02

 


યુવકોએ અમદાવાદ, મહેસાણાથી બાઈક ચોર્યાની કબૂલાત કરી

દાંતીવાડા પોલીસે ડીસા તાલુકાના ઢુવા ગામના બે યુવકો પાસેથી પાંચ બાઇક કબજે કરી કુલ છ ચોરીના બાઈકનો ભેદ ઉકેલી કાર્યવાહી હાથ ધરી છે. ભાખર-કોટડા ખાતેથી બાઇક ચોરી થતા દાંતીવાડા પોલીસ દ્વારા વોચ રાખવામાં આવી હતી. જેમાં દાંતીવાડા પોલીસ સ્ટેશનના પીએસઆઈ સ્નેહીત દેસાઈ સ્ટાફ સાથે ચોરી સબંધિત ગુનામાં વોચમાં હતા.

દરમિયાન બીએસએફ કોલોની તરફથી આવતા બે બાઇક સવારોને રોકી પૂછપરછ કરતા જેઓએ ચોરીનું બાઇક હોવાનું કબુલ્યું હતું અને જેઓએ કુલ છ બાઇકની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે આરોપી જીગર શ્રવણ મેસરા અને ઉદય ચેહુજી ચૌહાણ (બન્ને રહે.ઢુવા,તા.ડીસા) ને કોર્ટમાં રજુ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ચોરીમાં ઝડપાયેલા આરોપીઓએ અમદાવાદ અને મહેસાણા ખાતેથી પણ પાંચ બાઈક ચોર્યાની કબૂલાત કરી હતી.

 

Download Our B K News Today App



Related News