થરાદમાં ન્હાવા પડેલા બે બાળકોના મોતથી ગામમાં અરેરાટી, પરિજનોનું હૈયાફાટ રુદન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-17 12:14:46
  • Views : 400
  • Modified Date : 2022-04-17 12:14:46


થરાદની ઇઢાટા ડિસ્ટ્રી કેનાલમાં ન્હાવા પડેલા બે બાળકોના મોત

બે બાળકોના મૃત્યુ થયા, એકને બચાવી લેવાયો

તાજેતરમાં જ મોરબીના દેવળીયા ગામે પાણીના ટાંકામાં ડૂબી જવાથી બે બાળકોના મોત થયા હતાં


બનાસકાંઠાના થરાદની ઇઢાટા ડિસ્ટ્રી કેનાલમાં ન્હાવા પડેલા બે બાળકોના મોત થયા છે. મળતી માહિતી અનુસાર, ગઈ કાલે 3 બાળકો કેનાલમાં ન્હાવા ગયા હતાં, જેમાં બે બાળકોના મોત થયા છે જ્યારે એક બાળકને બચાવી લેવાયો છે. આ ઘટના બાદ પરિવારના બે બાળકોના મોતથી પરિવારમાં ભારે માતમ છવાઇ ગયો છે. આ રીતે અચાનક બે બાળકોના મોત થઇ જતા સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. જણાવી દઇએ કે, સ્થાનિક લોકોએ બે બાળકોના મૃતદેહને બહાર કાઢી પરિવારને સોંપ્યા હતાં.

 

મોરબીના દેવળીયા ગામે પાણીના ટાંકામાં ડૂબી જવાથી બે બાળકોના મોત થયા હતાં

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ હળવદ પંથકમાં મોરબીના દેવળીયા ગામે પાણીના ટાંકામાં ડૂબી જવાથી બે બાળકોના મોત થતા ગામમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો. ખેત શ્રમિકોના 3 અને 5 વર્ષના દીકરાઓના મૃત્યુ થતા પરિવારજનમાં ભારે શોક ફેલાઇ ગયો હતો. બીજી બાજુ મહેસાણાના બે ભાઇ કેનેડાના સમુદ્રમાં ડૂબતા તેમાંથી 1નું મોત નીપજ્યું હતું તો ભાવનગરની સુકાવો નદીમાં પણ એક યુવકનું ડૂબી જવાથી મોત નિપજ્યું હતું.

 

તાજેતરમાં જ મહેસાણાના બે ભાઇ કેનેડા દરિયામાં ડૂબી જતા એકનું મોત નિપજ્યું હતું

મહેસાણાના બે ભાઇ કેનેડાના સમુદ્રમાં ડૂબ્યા હતાં જેમાં ઝરીન બારોટ નામનો યુવક તેના ભાઈ સાથે સમુદ્રની નજીક આવેલી ઊંચાઈ વાળી જગ્યા પર ગયા હતાં. જ્યાંથી અચાનક  પગ લપસતા એક ભાઇ સમુદ્રમાં ડૂબી ગયો હતો. જેને જોઇ બીજો ભાઈ પણ સમુદ્રમાં કૂદયો અને તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આ ઘટનામાં ઝરીન બારોટ નામના યુવકનું સમુદ્રમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું.

 

 

Download Our B K News Today App



Related News