ચૂંટણી પછી અમદાવાદની ખાનગી હોસ્પિટલોમાં કોરોના દર્દીની સંખ્યા 9 ગણી વધી ગઈ, જાણો કેટલા લોકો સારવાર લઈ રહ્યા છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-23 15:35:54
  • Views : 251
  • Modified Date : 2021-03-23 15:35:54

    અમદાવાદ શહેરમાં ચૂંટણીઓ પહેલા ખાનગી હોસ્પિટલોમાં 100 જેટલા દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યા હતા. જો કે 22 માર્ચના સોમવારની સ્થિતિએ કોવિડ દર્દીઓની સંખ્યા વધીને 900ને પાર થઈ ગઈ છે. સોમવારની સવારની સ્થિતિએ શહેરની 64 ખાનગી હોસ્પિટલોમાં 903 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. જે પૈકી 58 દર્દીઓ વેન્ટીલેટર પર છે.અમદાવાદ શહેરની 64 ખાનગી કોવિડ હોસ્પિટલમાં 2 હજાર 341 બેડની ક્ષમતા છે. અચાનક કોરોનાના કેસ વધી જતા હવે કોવિડ હોસ્પિટલોના 903 બેડ ભરાઈ ગયા છે. હવે 1 હજાર 438 બેડ ખાલી છે. ખાનગી હોસ્પિટલોના આઈસોલેશન વોર્ડમાં 384 બેડ ભરાઈ ગયા છે. હવે 635 બેડ ખાલી રહ્યા છે. એચડીયુમાં 316 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. 462 બેડ અત્યારે ખાલી છે.

    આઈસીયૂ વોર્ડમાં 145 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. તો 212 બેડ ખાલી છે. જ્યારે અસારવા સિવિલ અને સોલા સિવિલમાં પણ દર્દીઓની સંખ્યા વધી છે. અસારવા સિવિલમાં કોવિડના 189 અને સોલા સિવિલમાં 47 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. સંખ્યા વધતા સિવિલમાં 418 બેડ તૈયાર રખાયા છે. અગાઉ કેસ ઘટી જતા 1200 બેડની હોસ્પિટલના વોર્ડ બંધ કરી દેવાયા હતા.
નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં 1640 નવા કેસ નોંધાયા છે. આ પહેલા 27 નવેમ્બરના રોજ 1607 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 4 લોકોના કોરોના સંક્રમણથી મૃત્યુ થયા છે. ગઈકાલે રાજ્યમાં 1110 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધી 2,76,348, લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 95.74 ટકા પર પહોંચ્યો છે. હાલ 7847 એક્ટિવ કેસ છે, જેમાંથી 73  લોકો વેન્ટિલેટર પર અને 7774 લોકો સ્ટેબલ છે.

    ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 2, સુરત કોર્પોરેશનમાં 2 મળી કુલ 4 દર્દીના મૃત્યુ થયા છે.  રાજ્યમાં અત્યાર સુધી કુલ 4454 લોકોના કોરોનાથી મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 1640  કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 4  લોકોના કોરોના સંક્રમણથી મૃત્યુ થયા છે.

Download Our B K News Today App



Related News