ધાનેરાના નેનાવા પાસે ચોરીની ઇકો ગાડી સાથે બે આરોપીઓને પકડી પાડ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-08 11:04:27
  • Views : 258
  • Modified Date : 2021-03-08 11:04:27

બનાસકાંઠા  એલ.સી.બી તથા ધાનેરા પોલીસના માણસો નેનાવા ચેકપોસ્ટ ખાતે મિલ્કત સબંધી ગુનાઓ શોધી કાઢવા વાહન ચેકિંગમાં હતા. તે દરમ્યાન રાજસ્થાન સાંચોર તરફથી એક નંબર વગરની ઇકો ગાડી આવતા જે ગાડી શંકાસ્પદ લાગતા તે ગાડીને રોકાવી તેના ચાલક તથા તેની બાજુમાં બેઠેલ ઇસમની પુછપરછ કરતાં તે ગલ્લાતલ્લા કરતા હોવાથી
પોલીસે તેમને ધાનેરા પોલિસ મથકે લાવ્યા હતા. અને આ બંન્ને ઇસમોના નામ પુછતા ગાડી ચાલકનું નામ ઠામ પુછતા તેણે પોતાનુ નામ બીરબલરામ છોગારામ આસુરામ વિશ્નોઇ(માંજુ) રહે. ભેરાણીઓ કી ઢાણી કુંકાવાસ તા. બાગોડા જી.જાલોર(રાજસ્થાન) વાળો તથા બાજુમાં બેઠેલ ઇસમનું નામ ઠામ પુછતા તેણે પોતાનું નામ રાજુરામ ભગીરથરામ કોજારામજી વિશ્નોઇ(ખીલેરી) રહે. આંબલી તા. ચીતલવાણા જી.જાલોર(રાજસ્થાન) વાળો હોવાનું જણાવેલ. તેમજ આ  ઇકો ગાડી બાબતે કડક રીતે
પુછતા ગાડી ચાલકે જણાવેલ કે આ ગાડી મને ભંવરલાલ અચલદાસજી સંત રહે. ભીનમાલ તા. ભીનમાલ જી.જાલોર(રાજસ્થાન) વાળાએ મને ચારેક માસ અગાઉ જુજાણી ગામથી આગળ જેરણ ફાંટા
પાસેથી આપેલ હતી. અને મને કહેલ હતું કે આ ગાડી મે આઠ માસ પહેલા અંકલેશ્વર ખાતેથી ચોરેલ છે. અને બીજી ચોરીઓ બાબતે ગાડી ચાલકને પુછપરછ કરતાં તેણે જણાવેલ કે આજથી બે માસ પહેલા મે તથા મારી સાથે ભંવરલાલ અચલદાસજી સંત રહે. ભીનમાલ તા. ભીનમાલ જી. જાલોર(રાજસ્થાન) તથા નરેશભાઇ બાગરા જેના
પિતાના નામની ખબર નથી જે અમો ત્રણેયે જણાયે થરાદ ગલીમાંથી ઇકો ગાડીની ચોરી કરેલ. જે ઇકો ગાડી ભંવરલાલ નાઓ પાસે હતી  અને તેમની
પાસેથી પકડાયેલ ઇકો ગાડીનો ચેચીસ નં. સ્છ૩ઈઇન્હ્લ ૧જી ૦૦૭૨૫૬૦૪ તથા એન્જીન નં ય્૧૨મ્દ્ગ૭૦૭૦૨૦ નો છે.  જેની કિં.રૂ.૩૦૦૦૦૦/- તથા મોબાઇલ ફોન ૨ કિ.રૂ.૧૦૦૦૦/- એમ કુલ કિ.રૂ.૩,૧૦,૦૦૦/-નો મુદામાલ સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ કબજે કરેલ છે. આ અંગે ધાનેરા પી.આઇ સમિરસિંહ ડાભીએ જણાવેલ કે, આ આરોપી પકડાતા (૧) થરાદ પોલીસ સ્ટેશન પાર્ટ.એ ગુ.ર.નં. ૧૧૧૯ ૫૦૫૦૨૦૧૧૭૮ ઇ.પી.કો. કલમ ૩૭૯ (૨) અંકલેશ્વર જી.આઇ.ડી.સી પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૧૧૯ ૯૦૨૧૨૦૦૧૦૪ ઇ.
પી.કો.કલમ ૩૭૯ મુજબના ગુનાઓ ડીટેક થયા છે. અને બીજી પણ ચોરી બાબતે તેમના રીમાન્ડ મેળવીને તપાસ કરવામાં આવશે.

Download Our B K News Today App



Related News