વારાહી પોલીસે દારૂ ભરેલ ટ્રક ઝડપી પાડી આરોપીઓ ફરાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-01 11:26:53
  • Views : 392
  • Modified Date : 2019-12-01 11:26:53

વારાહી પોલીસ દ્વારા બાતમીના આધારે એક હોટલ ઉપર પડેલી ટ્રકની તપાસ કરતાં તેમાંથી વિદેસી દારુની પેટીઓ મળી આવતા પોલીસે પંચો બોલાવીને આ ગાડીની તપાસ કરતાં ગાડીમાંથી વિદેસી દારુની ૧૫૧ પેટી મળી આવતા
પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી પરંતુ આ ગાડીનો આરોપી ફરાર થઇ ગયો હતો જેથી પોલીસે આ ટ્રકને પોલીસ મથકે લાવી ૧૩ લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો.
પાટણ પોલીસવડા અક્ષયરાજ મકવાણાએ પાટણ જિલ્લામાં દારૂ અંગે ખાસ
તપાસના આદેશથી વારાહી
પોલીસ દ્વારા આ બાબતે તપાસ ચાલુ હતી ત્યારે હે.કો. નરેન્દ્રસિંહને ખાનગી રાહે બાતમી મળેલ કે રાધનપુરથી કચ્છ તરફ એક દારૂ ભરેલ ટ્રક નં. આર.જે. ૨૫ જી.એ. ૦૫૨૨  આવી રહી છે. તેવી માહિતી મળતા વારાહી પોલીસ સબ ઇસ્પેકટર એમ.એમ. માળી તથા તેમની ટીમના માણસો રાધનપુરથી કચ્છ જતા હાઇવે ઉપર આવેલ સાદપુરા
તા. સાંતલપુરના પાટીયા પાસે આવેલ ગોપાલ હોટલ નજીક
પહોંચતા અને સાંતલપુર
પી.એસ.આઇ. એસ.જે.
પરમાર પણ પોતાની ટીમ સાથે આ હોટલ ઉપર બાતમી મળેલ ટ્રક નં. આ.જે. ૨૪ જીએ  ૦૫૨૨ પડેલ જોવા મળતા
પોલીસે ટ્રકને ઘેરી લીધી હતી. અને તેટ્રક ઉપર તાટપત્રી હોવાથી તેને ખોલી જોતા ભારતીય બનાવટની વિદેશી દારુની પેટીઓ જોવા મળતા
પોલીસે પંચોના માણસો સાથે રાખીને તપાસ કરતાં ટ્રકમાંથી ૨૫૧ પેટી દારૂ મળી આવ્યો હતો અને આ ટ્રકના ચાલકને શોધવાની કોશીસ કરવા છતાં ટ્રકનો ચાલક મળી આવેલ નહી જેથી ટ્રકને બીનવારસી પોલીસ મથકે લાવી તેમાંથી દારૂની ૨૫૧ પેટી જેની બોટલ નંગ-૭૨૪૮ જેની કિમત રૂ.૫,૯૪,૩૩૬ તથા તાડપત્રીની કિમત રૂ. ૫૦૦ અને ટ્રકની કિમત રૂ. ૭,૦૦,૦૦૦ એમ કુલ મળીને રૂ.૧૨,૯૪,૮૩૬ નો મુદ્દામાલ કબ્જે લીધો હતો તેમજ ટ્રકના ચાલક સામે ગુનો નાંધીને તે ઇસમની તપાસ હાથ ધરી હતી.

Download Our B K News Today App



Related News