વાવના બુકાણા હત્યા કેસના આરોપીની અટકાયત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-31 12:21:52
  • Views : 2638
  • Modified Date : 2020-10-31 12:21:52

વાવ તાલુકાના બુકણા  ગામના ભરતભાઈ નાગજીભાઈ ઠાકોરે તેમના પુત્ર રવિની હત્યા કરવા બદલ તેમની પત્ની અને તેના પ્રેમી ઉદા માજીરાણા સામે વિરુદ્ધ થરાદ
પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
 જેમાં ઉલ્લેખનીય છે કે મંજુલા નામની પ્રેમિકા તેના પ્રેમીને લઈને નાસી છુટી હતી અને જેતડા ગામમાં જઈને રહેતા હતા. ત્યાં તેના બાળકને ગળેટૂંપો આપીને મારી નાંખ્યો હતો . ત્યારબાદ તે લોકો નાસી છૂટયા હતા અને તેના પતિ ભરતભાઈ દ્વારા થરાદ પોલીસ  સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા  
પી.આઈ. જે. બી. ચૌધરી, વિક્રમભાઈ, અશોકભાઈ, પ્રભુભાઈ, સુરેશભાઈ સહિત
પોલીસે અલગ અલગ ટીમો બનાવી અને ગણતરીના કલાકોમાં આરોપી મંજુલાબેન ઠાકોર અને ઉદાભાઈ માજીરાણાને ગણતરીના કલાકમાં પકડી પાડયા હતા. કોરાના ટેસ્ટ કરાવી જેલના હવાલે કર્યા હતા. તેમજ વિવિધ કલમો લગાવીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Download Our B K News Today App



Related News