હનીટ્રેપના આરોપીને ઝડપી પાડતી થરાદ પોલીસ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-06 11:30:06
  • Views : 2496
  • Modified Date : 2020-10-06 11:30:06

મદદનીશ પોલીસ અધિક્ષક પુજા યાદવ થરાદ તથા થરાદ
પોલીસ સ્ટેશનના પોલીસ
ઇન્સ્પેક્ટર જે. બી. ચૌધરી નાઓના માર્ગદર્શન હેઠળ થરાદ પોલીસ સ્ટેશનમાં
તા-૦૧/૧૦/૨૦૨૦ ના રોજ નોધાયેલ ગુનો જેમાં ફરિયાદીને માપના પૈસે ભેસ લેવી હોઇ જેથી તા.૦૩/૦૯/૨૦૨૦ના રોજ તેઓ તેમના ઘરેથી રૂ.૫૦,૦૦૦/- લઇને થરાદ  ડીસા ચાર રસ્તા પાસે આવેલ અને ત્યાં આરોપી વિષ્ણુભાઇ બાવાભાઇ ઠાકોર રહે.ભડવેલ તા.વાવ વાળો મળેલ અને તેમને વાત કરતા તેણે ફરીને કહેલ કે હું તપાસ કરાવુ તમે અહી બેસો. તેમ કહીને ક્યાંક ગયેલ અને થોડીવાર પછી આ કામનો તહોદાર એક રીક્ષા લઇને આવેલ અને તેમાં ફરિયાદીને રીક્ષામાં બે અજાણી સ્ત્રીઓ પાસે બેસાડી દુધવા ગામની સીમમાં રોડની ડાબી બાજુ ઉતારી રોડથી થોડે દુર અંદર એક તળાવડી પાસે લઇ ગયેલ. આ કામની અજાણી બે સ્રીઓએ ફરીનો અઢીવટો ઉતરાવી ત્રણેય તહોદારોએ ફરીને ગડદા પાટુનો માર મારી તહો નં. ૧ નાઓએ ફરીની
પાસે સ્ત્રી ઉભી રખાવી ફરી સાથે ફોટા પડાવી તેના ફોટા બીજે ના મુકવા માટે તેની પાસે જે પૈસા હોય એ આપવાની ધમકી
આપતા  ફરી. એ પોતાની આબરૂ જવાની બીકે તેની પાસેના
રૂ.૫૦,૦૦૦/- આપી દઇ આ બાબત કોઇને કહીશ તો આ ફોટા વાયરલ કરવાની ધમકી આપ્યા બાબતનો ગુનો નોધાવેલ. જે ગુનાના કામે બાતમીદારો મારફતે હકીકત મેળવી આરોપી વિષ્ણુભાઇ બાવાભાઇ ઠાકોર, તલીલાબેન વિષ્ણુભાઈ ઠાકોર, બબીબેન બાવાભાઈ ઠાકોર ત્રણેય રહે.ભડવેલ તા.વાવવાળાઓને પકડી પાડી મુદ્દામાલના
રૂ.૫૦૦૦૦/- રીકવર કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

Download Our B K News Today App



Related News