એડિશનલ સેસન્સ કોર્ટ દિયોદરનો મહત્વનો ચુકાદો બિયોકપરા યુવાનની હત્યામાં આરોપીને આજીવન કેદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-22 10:55:47
  • Views : 531
  • Modified Date : 2019-08-22 10:55:47

દિયોદર એડિશનલ સેસન્સ કોર્ટ એક વખત ફરી મહત્વનો ચુકાદો સંભળાવ્યો છે. જેમાં બિયોકપરા વિસ્તારમાં યુવાનની પથ્થરના ઘા મારી હત્યા કરનાર હત્યારાને આજીવન કેદ અને
પાંચ હજારનો દંડ આપતો ચુકાદો ખુલ્લી કોર્ટમાં સંભળાવતા કોર્ટ રૂમમાં સનાટ્ટો છવાઈ ગયો હતો.
જાણવા મળતી માહિતી મુજબ દિયોદર બિયોકપરા વિસ્તારમાં  તારીખ ૪/૮/૨૦૧૮ ના રોજ એક ઓરડાના ચોકમાંથી યુવાનની લોહીલુહાણ હાલતમાં લાશ મળી આવી હતી. આ અંગે
પોલીસે તપાસ કરતા મુતક યુવાન ભેંસાણા ગામનો રાજુ સદાજી ઠાકોર હોવાનું જાણવા મળ્યું હતું. જેમાં પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી જ્યંતિજી મહોબતજી ઠાકોર રહે. ખાણોદર વાળાને ઝડપી
પાડી સઘન પુછપરછ કરતા મૃતક રાજુ ઠાકોરની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. જેમાં આરોપીની પÂત્ન સાથે આડાસબંધ હોવાના કારણે રાજુ ઠાકોરને રાત્રીના સમયે પથ્થરના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો હતો. આ અંગે દિયોદર પોલીસ મથક ખાતે ૩૦૨ મુજબ હત્યાનો ગુન્હો નોંધાયો હતો. જે કેસ બુધવારે દિયોદર એડિશનલ સેસન્સ કોર્ટ જજ જે.એન.ઠક્કર સમક્ષ ચાલ્યો હતો. જેમાં સરકારી વકીલ ડી.વી. ઠાકોર દ્વારા ધારદાર દલીલો કરવામાં આવી હતી. જેમાં તમામ પુરાવા આરોપી વિરુદ્ધ હોવાથી કોર્ટ આરોપી જ્યંતિજી મહોબતજી ઠાકોરને આજીવન કેદ અને પાંચ હજારનો દંડ આપતો ચુકાદો આપ્યો હતો.

Download Our B K News Today App



Related News