થરાદના ભરડાસરથી પોષ ડોડા અને અફીણ સાથે આરોપી ઝડપાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-25 12:08:25
  • Views : 398
  • Modified Date : 2019-12-25 12:08:25

પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી  શિવાનંદ ઝા તથા  પોલીસ મહાનિરીક્ષક સુભાષ ત્રિવેદી, સરહદી વિભાગ, ભુજ, કચ્છ નાઓએ માદક પદાર્થના
ગેરકાયદેસર વેચાણ અને વહન અંગેના કેસો કરવા અને તેવા
પદાર્થ શોધી કાયદેસર કાર્યવાહી કરવા આપેલ ખાસ સૂચના અનુસંધાને પોલીસ અધિક્ષક તરૂણકુમાર દુગ્ગલે બનાસકાંઠા  જિલ્લામાં થતી નાર્કોટિક્સ
પદાર્થોની  હેરા-ફેરી તથા વેચાણ ઉપર વોચ રાખી કાયદેસર કાર્યવાહી કરવા સૂચના આપતા સર્કલ પો.ઈન્સ. જે.એન.ખાંટ થરાદ,  એસ.ઓ.જી. ટીમના પોલીસ ઇન્સ્પેક્ટર  કે.કે.પાટડીયા, એસ.ઓ.જી. ટીમના એ.એસ.આઈ. કાન્તિભાઈ,    હેડ.કોન્સ્ટેબલ ભુરાજી, વનરાજસિંહ, દિલીપભાઇ, સંજયસિહ,  દલપતસિંહ, ભોજુભા, દિલીપસિંહ, પ્રવિણભાઈ વિગેરે સાથે કેશરાભાઈ દલાભાઈ પટેલ રહે.ભરડાસર તા.થરાદ વાળાના કબ્જા ભોગવટાના ખેતરમાં બનાવેલ રહેણાંક ઘરમાં નાર્કોટિક્સ અંગે રેઈડ કરતા મજકૂર આરોપીના રહેણાંક ઘરમાંથી પોષ ડોડાનો જથ્થો ૫૮.૮૧૦ કિગ્રા કિં.રૂ.૧,૭૬,૪૩૦/- નો મળી આવેલ અને તેના જાત કબ્જામાંથી ૬૪ ગ્રામ અફીણ કિં.રૂ.૩૨૦૦ તથા  મોબાઈલ ફોન ૧ કિં.રૂ.૫૦૦/ મળી કુલ રૂ.૧,૮૦,૧૩૦/નો ગેરકાયદેસરનો મુદ્દામાલ કબ્જે કરી  મજકૂર આરોપી વિરૂધ્ધ થરાદ પો.સ્ટે ખાતે  એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.


Download Our B K News Today App



Related News