સાઈબર ક્રાઈમના ગુનાને અંજામ આપે તે પહેલા જ આરોપી ઝડપાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-24 10:37:41
  • Views : 347
  • Modified Date : 2020-10-24 10:37:41

ગાંધીનગર શહેર જિલ્લામાં ઓનલાઈન છેતરપીંડીના બનાવો વધી રહ્યા છે ત્યારે પોલીસ પણ આ દિશામાં બને તેટલા પ્રયત્નો કરી આવા ગુનાઓ ન બને તે માટે સતત પ્રયત્નશીલ છે. ગાંધીનગર સાઈબર ક્રાઈમ ટીમ દ્વારા આવા જ એક આરોપીને ઈન્ટરનેટના માધ્યમથી ગુનો આચરે તે પહેલા જ ઝડપી લીધો છે અને  તેની વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
સાઈબર ક્રાઈમ પોલીસ દ્વારા મળતી માહિતી પ્રમાણે સાઈબર ક્રાઈમની ટીમને ખાનગી રાહે માહિતી મળી હતી કે, મહેન્દ્રસિંહ પરમાર ઉર્ફે સંજય સિંઘાનીયા રહે. એ ૧૬ આવકાર એવન્યુ,  ફ્લેટ ઓઢવ છોચાલાલની ચાલી પાસે અમદાવાદ પોતે ગીફ્ટ સીટીમાં એડમીનીસ્ટ્રેટર હોવાની ખોટી માહિતી આપી તથા ગીફ્ટ સીટીના ખોટા ખોટા નામે વિઝીટીંગ કાર્ડ બનાવી જેના પર સરકારી સ્કીમોના નંબર દર્શાવી આ રીતે ખોટી ઓળખ ઉભી કરી લીન્કડઈન પર ખોટી પ્રોફાઈલ બનાવી એપોઈમેન્ટ ઓફિસ એપ્રેન્ટીસ તેમજ નોકરી આપવાની લાલચ આપી નોકરી ઈચ્છુક યુવાનો પાસેથી પૈસા પડાવે તે પહેલા જ સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પીએસઆઈ ડી. ડી. રહેવર તથા એન. બી. ચૌધરીએ આ આરોપી મોટી કોઈ છેતરપીંડી કરે તે પહેલા જ ઝડપી લીધો છે. સાઈબર ક્રાઈમની ટીમ દ્વારા મળતી માહિતી પ્રમાણે આ આરોપી અગાઉ પણ પંચમહાલ જિલ્લામાં પણ તેના વિરૂધ્ધ આવી જ એક છેતરપીંડીનો અને વિશ્વાસઘાતનો ગુનો નોંધાયો છે. આ આરોપી ગાંધીનગરમાં પણ આ જ ગુનાને અંજામ આપવા માટે કાર્યરત હતો પરંતુ તે પહેલા સાઈબર ક્રાઈમની ટીમે તેને કોઈ મોટી છેતરપીંડી કરે તે પહેલા જ ઝડપી લીધો હતો.

Download Our B K News Today App



Related News